લીંબડી તાલુકાના વતની અને પરણીને મોરબીના પીપળી ગામે આવેલી 26 વર્ષની પરિણીતાને પતિ, સાસુ-સસરા સહિતના સાસરીયાઓએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો તેમજ પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી ફરિયાદીને તું જોઈતી નથી, તને રાખવી નથી કહીને માનસિક ત્રાસ આપી પતિએ ઝાપટ મારી ધક્કો મારી કાઢી મુક્ત પરિણીતા ફિનાઈલ પી ગઈ હતી.
મૂળ લીંબડીના નદીકાંઠા નાનાવાસના વતની અને પરણીને મોરબીના પીપ્લીગામે આવેલી હીનાબેન પ્રદીપભાઈ ડાભી (ઉ.વ.26) નામની પરિણીતાએ પતિ પ્રદીપભાઈ ગાંડાભાઈ ડાભી, સાસુ દેવુબેન ગાંડાભાઈ ડાભી, સસરા ગાંડાભાઈ ડાભી, જેઠાણી હેમુબેન અને નણંદ મીનાબેન સંદીપભાઈ રહે બધા માનસધામ સોસાયટી 02, પીપળી ગામ ત.અ મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી હીનાબેનને પતિ, સાસુ-સસરા તેમજ જેથાનીઅને નણંદ દ્વારા અવારનવાર કામ બાબતે તેમજ કરિયાવર બાબતે મેણા ટોણા મારી માનસિક ત્રાસ આપ્યો હતો.
આરોપી પતિ પ્રદીપભાઈને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી હીનાબેનને તું અમને જોઈતી નથી, તને રાખવી નથી કહીને માનસિક ત્રાસ આપતા હતા અને તા. 19 ના રોજ એક ઝાપટ મારી ધક્કો મારી કાઢી મુક્ત લાગી આવતા હીનાબેન ફિનાઈલ પી લીધું હતું મોરબી મહિલા પોલીસ મથકે પરિણીતાની ફરિયાદને આધારે આરોપી સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
