ઉનાઇ સિમોન સર્વશ્રેષ્ઠ ગોલકિપર, રોડ્રીને ગોલ્ડન બોલ એવોર્ડ મળ્યો

ફીફા વર્લ્ડ કપની ફાઈનલ મેચ રોમાંચક રહી હતી. સ્પેને આર્જેંટીનાને હરાવી ફૂટબોલ વર્લ્ડ કપ 2026 ની ટ્રોફી પોતાના નામ કરી છે. જો કે ટૂર્નામેન્ટના મોટાભાગના…

ફીફા વર્લ્ડ કપની ફાઈનલ મેચ રોમાંચક રહી હતી. સ્પેને આર્જેંટીનાને હરાવી ફૂટબોલ વર્લ્ડ કપ 2026 ની ટ્રોફી પોતાના નામ કરી છે. જો કે ટૂર્નામેન્ટના મોટાભાગના મહત્વપૂર્ણ એવોર્ડ પણ સ્પેનના ખેલાડીઓએ જીત્યા છે. ગોલ્ડન બૂટ, ગોલ્ડન બોલ, ગોલ્ડન ગ્લવ, બેસ્ટ યંગ પ્લેયર સહિતના એવોર્ડ ફીફા વર્લ્ડ કપ 2026 ના મહત્વપૂર્ણ એવોર્ડસમાં સ્પેનના ફેરાન ટોરેસને ફાઈનલ મેચમાં શાનદાર પ્રદર્શન માટે ફીફા વર્લ્ડ કપ ફાઈનલ મેન ઓફ ધ મેચ પુરસ્કાર મળ્યો છે.

જયારે 19 વર્ષીય પાઉ કુબાર્સીને વર્લ્ડ કપના બેસ્ટ યંગ પ્લેયર એવોર્ડ અને ઉનાઈ સિમોનને ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ગોલકીપરનો ખિતાબ મળ્યો છે. મિડફીલ્ડર રોડ્રીને ટૂર્નામેન્ટના શાનદાર પ્રદર્શન માટે બેસ્ટ પ્લેયર (ગોલ્ડન બોલ) એવોર્ડ મળ્યો છે અને ફ્રાંસીસી સ્ટાર કિલિયન એમ્બાપ્પેએ ગોલ્ડન બૂટ ખિતાબ પોતાના નામે કર્યો હતો. આમ વ્યક્તિગત પુરસ્કારોમાં પણ સ્પેનિશ ટીમનો ફીફા વર્લ્ડ કપ 2026 માં દબદબો રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *