હોટલ સંચાલકને ભડાકે દેવાના ચકચારી કેસમાં સ્પે.પીપી તરીકે એડવોકેટ અનિલ દેસાઈની નિમણૂક

રાજકોટના નાનામવા વિસ્તારમાં કૃષ્ણસિંહ જાડેજાની હત્યાના કેસમાં રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના ખ્યાતનામ સિનિયર એડવોકેટની સરકારી વકીલ અનિલભાઈ દેસાઈની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી…

રાજકોટના નાનામવા વિસ્તારમાં કૃષ્ણસિંહ જાડેજાની હત્યાના કેસમાં રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના ખ્યાતનામ સિનિયર એડવોકેટની સરકારી વકીલ અનિલભાઈ દેસાઈની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ફરિયાદી વતી કોર્ટમાં પક્ષ રાખવા માટે જાણીતા એડવોકેટ રૂૂપરાજસિંહ પરમાર કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવશે છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગત તારીખ 08/07/2026ના રોજ રાત્રિના સમયે કેટલાક શખ્સો બુલેટ મોટરસાયકલ પૂરઝડપે અને રેસ લગાવીને નીકળ્યા હતા. ગરાસિયા યુવાન કૃષ્ણસિંહ હરદેવસિંહ જાડેજા (ઉં.વ. 30) એ આ છોકરાઓને બુલેટ ધીમે ચલાવવા બાબતે સમજાવ્યા હતા અને ઠપકો આપ્યો હતો. જે બાબતની અદાવત રાખીને છોકરાઓએ ગાળાગાળી કરી તેમના ભાઈ રાજવીર વાળા અને પિતા રણજીતભાઈ વાળાને બોલાવ્યા હતા. ત્યારબાદ રાત્રિના સાડા નવ વાગ્યાની આસપાસ રણજીત વાળાએ ગેરકાયદેસર હથિયારમાંથી અંધાધૂંધ ફાયરિંગ કરી કૃષ્ણસિંહનું મોત નીપજાવ્યું હતું, તેમજ કૃષ્ણસિંહના દાદા જયેન્દ્રસિંહ પર પણ જાનલેવા હુમલો કરી હત્યાની કોશિષ કરી હતી.સરકાર તરફથી સ્પે. પી.પી. અનિલભાઈ દેસાઈની કરવામાં આવી છે.ફરિયાદી વતી કોર્ટમાં પક્ષ રાખવા માટે જાણીતા એડવોકેટ રૂૂપરાજસિંહ પરમાર કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવશે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *