હળવદમાં પિતા સાથે આંટો મારવા નીકળેલો 3 વર્ષનો પુત્ર રિક્ષામાંથી પટકાતાં મોત

હળવદમાં પિતા સાથે આંટો મારવા નીકળેલો ત્રણ વર્ષનો પુત્ર અકસ્માતે રીક્ષામાંથી નીચે પટકાયો હતો. માસુમને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત…

હળવદમાં પિતા સાથે આંટો મારવા નીકળેલો ત્રણ વર્ષનો પુત્ર અકસ્માતે રીક્ષામાંથી નીચે પટકાયો હતો. માસુમને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.મળતી વિગત મુજબ હળવદમાં માર્કેટીંગ યાર્ડ પાસે રહેતો આનંદ જયદેવભાઈ રાણેવાડીયા નામનો ત્રણ વર્ષનો માસુમ બાળક સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાના પિતા જયદેવભાઈ રાણેવાડીયાની રીક્ષામાં બેસી જતો હતો ત્યારે હળવદ ચાર રસ્તા પાસે આનંદ રાણેવાડીયા અકસ્માતે પિતાની રીક્ષામાંથી નીચે પટકાયો હતો.

માસુમ બાળકને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.પ્રાથમિક પુછપરછમાં મૃતક આનંદ રાણેવાડીયા બે ભાઈમાં નાનો હતો અને પિતા સાથે ગામમાં આંટો મારવા જતો હતો. ત્યારે રીક્ષા ટન લેતી વખતે આનંદ રાણેવાડીયા નીચે પટકાતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *