વેરાવળના ભાલકા ગામે કડિયા કામ કરતી વખતે પતરું તૂટતાં પટકાયેલા યુવકનું મોત

પડધરીના મોવૈયામાં આધેડે જિંદગીથી કંટાળી ઝેર પી જીવન ટૂંકાવ્યું વેરાવળના ડારી ગામે રહેતો યુવક ભાલકામાં કડીયા કામ કરતો હતો ત્યારે અકસ્માતે પતરૂ તુટતાં યુવાન નીચે…

પડધરીના મોવૈયામાં આધેડે જિંદગીથી કંટાળી ઝેર પી જીવન ટૂંકાવ્યું

વેરાવળના ડારી ગામે રહેતો યુવક ભાલકામાં કડીયા કામ કરતો હતો ત્યારે અકસ્માતે પતરૂ તુટતાં યુવાન નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વેરાવળના ડારી ગામે રહેતો કાનજી દાનાભાઈ ધારૈયા (ઉ.41) ચાર દિવસ પૂર્વે ભાલકામાં કડિયા કામ કરતો હતો ત્યારે અકસ્માતે પતરૂ તુટી પડતાં યુવાન નીચે પટકાયો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. મૃતક ત્રણ ભાઈમાં વચેટ અને તેને સંતાનમાં ચાર પુત્રી છે.

આ ઉપરાંત બીજા બનાવમાં પડધરીના મોવૈયા ગામે રહેતાં કાંતિલાલ લાધાભાઈ સુદાણી (ઉ.58) એ જીંદગીથી કંટાળી ગામમાં આવેલા તળાવના કાંઠે ઝેરી દવા પી લીધી હતી. આધેડનું રાજકોટ સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક બે ભાઈ મોટા હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર છે. ગઈકાલે મૃતકના મિત્રને ત્યાં દાડો હતો જ્યાં ગાંઠીયા પાડીને તળાવે પહોંચ્યા બાદ ઝેરી પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *