દ્વારકાના સંવેદનશીલ વિસ્તાર નજીક ડ્રોન ઉડાડનાર મથુરાના શખ્સ સામે કાર્યવાહી

દ્વારકા યાત્રાધામમાં સંવેદનશીલ વિસ્તાર ગણાતા સનસેટ પોઈન્ટ પાસે ગઈકાલે ડ્રોન કેમેરો ઉડાડી રહેલા મથુરાના શખ્સને પોલીસે દબોચી લીધો હતો. દ્વારકાના સનસેટ પોઈન્ટ પાસે ગઈકાલે આકાશમાં…

દ્વારકા યાત્રાધામમાં સંવેદનશીલ વિસ્તાર ગણાતા સનસેટ પોઈન્ટ પાસે ગઈકાલે ડ્રોન કેમેરો ઉડાડી રહેલા મથુરાના શખ્સને પોલીસે દબોચી લીધો હતો. દ્વારકાના સનસેટ પોઈન્ટ પાસે ગઈકાલે આકાશમાં ડ્રોન ઉડતુ જોવા મળતા કોઈએ આ અંગે પોલીસને જાણ કરી હતી.

પોલીસે આ ડ્રોન કેમેરાને રીમોટથી ઓપરેટ કરતા મથુરાના અનુરાગ રામકુમાર શાસ્ત્રી નામના શખ્સને ઝડપી લીધો હતો. દ્વારકામાં મંદિર તેમજ સનસેટ પોઈન્ટ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાવવા સામે પ્રતિબંધ હોવા છતાં આ શખ્સ ડ્રોન ઉડાડતો મળી આવ્યો હતો. પોલીસે મથુરાના અનુરાગ શાસ્ત્રી સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *