ચુડાની હોસ્ટેલમાં ખીર ખાધા બાદ 147 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ

ચારની સ્થિતિ ગંભીર, એક ICUમાં દાખલ: ફૂડના નમૂના લેવાયા, બેદરકારી સામે આવતા ગુનો નોંધાશે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય-KGBV માં ફૂડ…

ચારની સ્થિતિ ગંભીર, એક ICUમાં દાખલ: ફૂડના નમૂના લેવાયા, બેદરકારી સામે આવતા ગુનો નોંધાશે

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય-KGBV માં ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. ગઇકાલે 16 જુલાઇએ વિદ્યાલયમાં અભ્યાસ કરતી કુલ 215 વિદ્યાર્થિનીઓએ રાત્રે ભોજનના ખીર ખાધી હતી. ત્યારબાદ આજે 17 જુલાઇએ સવારે 147 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જે. ગોહિલના જણાવ્યા મુજબ પ્રાથમિક અનુમાન પ્રમાણે ભોજનમાં આપવામાં આવેલી ખીર ખાધા બાદ વિદ્યાર્થિનીઓની તબિયત બગડી હતી. ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગે તાત્કાલિક તપાસ શરૂૂ કરી છે અને ભોજનના નમૂનાઓ તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. આ તમામ વિદ્યાર્થિનીઓને પહેલા સ્થાનિક દવાખાને અને બાદમાં સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. હાલ 4 વિદ્યાર્થિનીઓની સ્થિતિ ગંભીર છે અને એકને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ખાતે ઈંઈઞમાં દાખલ કરવામાં આવી છે. અન્ય તમામની સ્થિતિ સ્થિર છે.

ફૂડ પોઇઝનિંગની અસર બાદ અંદાજે 10 એમ્બ્યુલન્સ દ્વારા અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓને ચુડા, લીંબડી અને સુરેન્દ્રનગરની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જે. ગોહિલના જણાવ્યા મુજબ 147 અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓમાંથી 102 વિદ્યાર્થિનીઓને ચુડા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે અન્યને વધુ સારવાર માટે લીંબડી અને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે તાત્કાલિક સારવારની વ્યવસ્થા ઉભી કરી હતી.

લીંબડી-ચુડા મતવિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ હોસ્પિટલની મુલાકાત બાદ જણાવ્યું હતું કે હાલ તમામ વિદ્યાર્થિનીઓની સ્થિતિ સ્થિર છે. જોકે, ચાર જેટલી વિદ્યાર્થિનીઓની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. એક વિદ્યાર્થિનીની સ્થિતિ વધુ ગંભીર બનતા શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ખાતે ICUમાં દાખલ કરવામાં આવી છે. અન્ય તમામની સ્થિતિ સ્થિર છે. જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ફૂડના નમૂનાઓ લેવામાં આવશે અને તપાસમાં જે કોઈની બેદરકારી સામે આવશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સવારે બનાવેલો ખોરાક બપોરે અને સાંજે આપે છે : છાત્રો
શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલમાં રહેતી ભૂમિકા કણોતરા નામની વિદ્યાર્થિનીએ હોસ્ટેલના પ્રશાસન અને શિક્ષકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. વિદ્યાર્થિના જણાવ્યા અનુસાર, હોસ્ટેલમાં સવારે બનાવેલો ખોરાક બપોરે અને રાત્રે પણ પીરસવામાં આવે છે, જેના કારણે અનેક છોકરીઓ બીમાર પડી રહી છે. તાજેતરમાં જ વિદ્યાર્થિનીઓને બે વખત ખીર પીરસવામાં આવી હતી, જેમાં કંઈક પડી ગયું હોવાની આશંકા છે અને તેના લીધે જ વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી. આટલું જ નહીં, જ્યારે વિદ્યાર્થિનીઓ આ અંગે શિક્ષકોને ફરિયાદ કરે છે, ત્યારે તેમને શાળામાંથી કઈ પકડાવી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે. હોસ્ટેલમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે અને દૂરથી આવતા વાલીઓને પણ મહિનાના માત્ર ચોથા રવિવારે જ તેમની દીકરીઓને મળવા દેવાનો કડક નિયમ લાદીને પરેશાન કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *