ઉનાના લહેરકા ગામેથી સરકારી અનાજ ભરેલી રિક્ષા ઝડપાઈ

320 કિલો ઘઉં-ચોખા અને છકડો રિક્ષા કબજે કરી કાર્યવાહી હાથ ધરી ઉના ગીરગઢડા પંથક માં રેશનિંગ નો જથ્થો દુકાનદાર પાસે સરકાર દ્રારા પહોંચાડવામાં આવે છે…

320 કિલો ઘઉં-ચોખા અને છકડો રિક્ષા કબજે કરી કાર્યવાહી હાથ ધરી

ઉના ગીરગઢડા પંથક માં રેશનિંગ નો જથ્થો દુકાનદાર પાસે સરકાર દ્રારા પહોંચાડવામાં આવે છે બાદ નિયમ મુજબ ઘઉં અને ચોખા લાભાર્થી સુધી પહોંચતો હોય છે પરંતુ લાભાર્થી આ જથ્થો બરોબર વહેંચી નાખતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામેલ છે પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ના થતા આ જથ્થો બન્ને તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માં રેશન કાર્ડ ધારકો તેમને મળવાપાત્ર અનાજ વહેંચી નાખતા હોય છે ત્યારે આજે તાલુકાના લહેરકા ગામ માં સુત્રાપાડા તાલુકા ના સિંદસર ગામ નો રિક્ષા ચાલક અલ્વી મોઇન મહંમદહુસેન નામ નો શખ્સ પોતાની છકડો રિક્ષા નંબર GJ- 11-Y-3800 લઈ ગામ માંથી લાભાર્થીઓ ના ઘરે ઘરે પોહચી તેમની પાસે થી રેશનિંગના અનાજ નો જથ્થો પૈસા આપી ઉઘરાવતો હોવાની જાણ મામલતદાર ભીમાણી ને થતા નાયબ મામલતદાર હિરેન મકવાણા સહિત ની પુરવઠા વિભાગ ની ટીમ લહરેકા મુકામે પોહચી તપાસ હાથ ધરતા રિક્ષા માંથી ઘઉં 120 કિલો,ચોખા 200 કિલો તેમજ એક વજન કાંટો તથા છકડો રિક્ષા મળી રૂૂ 79600 નો મુદામાલ કબજે કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *