છૂટાછેડા બાદ પત્ની ફોન કરી ધમકી આપતી હોવાના આક્ષેપ સાથે યુવકે ઝેરી દવા પી લીધી

શહેરમાં રૈયા રોડ પર આવેલા શિવપરામાં રહેતાં યુવાને છુટાછેડા બાદ પત્ની 55 હજારની રોકડ લઈ ગયા હોવાનું અને ફોન કરી ધાક ધમકી આપતી હોવાના આક્ષેપ…

શહેરમાં રૈયા રોડ પર આવેલા શિવપરામાં રહેતાં યુવાને છુટાછેડા બાદ પત્ની 55 હજારની રોકડ લઈ ગયા હોવાનું અને ફોન કરી ધાક ધમકી આપતી હોવાના આક્ષેપ સાથે ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રૈયા રોડ પર હનુમાન મઢી પાસે આવેલા શિવપરામાં રહેતાં જયેશ બાલચંદ્રભાઈ પરમાર નામનો 46 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પુછપરછમાં જયેશ પરમાર બે ભાઈ બે બહેનમાં વચેટ છે અને તેને સંતાનમાં એક પુત્રી છે. જયેશ પરમાર રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જયેશ પરમારનાં છ દિવસ પૂર્વે જ પત્ની રેખાબેન ઉર્ફે ડિમ્પલબેન સાથે છ દિવસ પહેલા જ છુટાછેડા થયા છે. છુટાછેડા બાદ અલગ થયેલી પત્ની ઘરેથી રૂા.55 હજારની રોકડ લઈ ગઈ હોવાનો અને છુટાછેડા બાદ ફોન કરી ‘તારે મરી જવું હોય તો મરી જા’ તેવી ધમકી આપી ત્રાસ આપતી હોવાથી ઝેરી દવા પી લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *