વીંછિયાના રેવાણિયામાં સવા પાંચ કિલો ગાંજા સાથે ઝડપાયેલા શખ્સને 4 વર્ષની સજા ફટકારતી કોર્ટ

વિંછીયાના રેવાણીયા ગામે સરકારી જમીનમાં ખેતી કરી ગેરકાનૂની વીજ કનેકશન ધરાવતાં શખ્સને પોલીસે બાતમીના આધારે સવા પાંચ કિલ્લો ગાંજા સાથે ઝડપી લીધો હતો. જે એનડીપીએસના…

વિંછીયાના રેવાણીયા ગામે સરકારી જમીનમાં ખેતી કરી ગેરકાનૂની વીજ કનેકશન ધરાવતાં શખ્સને પોલીસે બાતમીના આધારે સવા પાંચ કિલ્લો ગાંજા સાથે ઝડપી લીધો હતો. જે એનડીપીએસના ગુનામાં અદાલતે આરોપીને ચાર વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.40 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ વિંછીયા તાલુકાના રેવાણીયા ગામે રહેતાં રાજુ છગનભાઈ જમોડ નામના શખ્સે સરકારી જમીનમાં ગાંજાની ઉપજ લઈ પોતાની પાસે ગાંજાનો જથ્થો વેચાણ અર્થે રાખ્યો હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન રાજુ જમોડના કબજામાંથી 5.228 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાના જથ્થા સાથે રાજુ જમોડની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે તપાસ દરમિયાન રાજુ જમોડે સરકારી જમીનમાં ગેરકાયદેસર ખેતી કરી ગેરકાનુની વીજ કનેકશન ધરાવતો હોવાનું ખુલ્યું હતું.

આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો મળતા તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. ચાર્જશીટ બાદ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતાં બન્ને પક્ષના વકીલોના રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલિલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ અધિક સેશન્સ જજ આઈ.બી.પઠાણે આરોપી રાજુ જમોડને તકસીરવાન ઠેરવી ચાર વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.40 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ સંજયભાઈ કે.વોરા રોકાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *