ખંભાળિયામાં અખાદ્ય ઘીનું વેચાણ કરતી વૃધ્ધા ઝડપાઈ

ખંભાળિયા વિસ્તારમાં એસ.ઓ.જી.પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અહીંના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી પોલીસ લાઈન પાસે અમરીબેન પુનાભાઈ કયણાભાઈ ધોડા (રહે. ઓખા મંડળ) નામના 70 વર્ષના વૃદ્ધ…

ખંભાળિયા વિસ્તારમાં એસ.ઓ.જી.પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અહીંના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી પોલીસ લાઈન પાસે અમરીબેન પુનાભાઈ કયણાભાઈ ધોડા (રહે. ઓખા મંડળ) નામના 70 વર્ષના વૃદ્ધ મહિલા દ્વારા ભેળસેળયુક્ત દેશી ઘીનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી પરથી એસ.ઓજી.ની ટીમ દ્વારા તેમને વિવિધ પ્રકારના હાનિકર્તા કેમિકલ મિશ્રિત શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘીના જથ્થા સાથે ઝડપી લીધા હતા.

આ પ્રકરણમાં પોલીસે શંકાસ્પદ ઘી નો 15 કિલોગ્રામ જથ્થો કબજે કરી તેનો નાશ કર્યો હતો. આ ઘીની કિંમત રૂૂપિયા 3,300 જાહેર થઈ છે. આ અંગે ફૂડ વિભાગને જાણ કરી, ઘીના સેમ્પલો લઈને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી એસ.ઓ.જી.ના પી.આઈ. વી.એ. રાણાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. સજુભા જાડેજા, હરદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને વિજયસિંહ જાડેજાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *