RMCની સોલિડ વેસ્ટ શાખામાં ‘ઓફિસ પોલિટિકસ’થી કંટાળી જઇને શાખા અધિકારીએ રાજીનામું ધરી દીધું

આંતરિક રાજકારણ માત્ર રાજકીય પક્ષોમાં જ હોય તેવુ નથી હોતુ. નોકરિયાત વર્ગમાં પણ હોય છે, પછી તે કોર્પોરેટ કલ્ચર હોય કે સરકારી એકમ. આવુ જ…

આંતરિક રાજકારણ માત્ર રાજકીય પક્ષોમાં જ હોય તેવુ નથી હોતુ. નોકરિયાત વર્ગમાં પણ હોય છે, પછી તે કોર્પોરેટ કલ્ચર હોય કે સરકારી એકમ. આવુ જ કંઇક આંતરિક રાજકારણથી કંટાળીને રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના શાખા અધિકારી પ્રજેશ સોલંકીએ રાજીનામુ ધરી દીધુ હોવાનું જાણવા મળે છે. એવુ કહેવાય છે કે, એક સમયે સાથે એક જ હરોળમાં કામ કરનારાથી આગળ નીકળી જઇને આજે શાખા અધિકારી બની જતા સ્ટાફે ‘અસહકાર આંદોલન’ શરૂૂ કરી દીધુ છે. રાજીનામુ આપવા પાછળનું સતાવાર કારણ બીજુ જ અપાયુ છે પણ અંદરખાને તેઓ ઓફિસ પોલિટીક્સની કંટાળીને મહાનગરપાલિકામાંથી કાયમ માટે પગથિયુ ઉતરી લેવાનુ મન બનાવી લીધુ છે. હાલ તેમનુ રાજીનામુ હજુ મંજૂર થયુ નથી.

મનપાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના પર્યાવરણ નિલેષ પરમાર વયમર્યાદાના કારણે નિવૃત થયા પછી તેમની જગ્યાએ ડેપ્યુટી પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકીને ઇન્ચાર્જ પર્યાવરણ ઇજનેરની જવાબદારી સોંપવામા આવી છે. શાખા અધિકારી તરીકે તેમની કાયમી નિમણુંક થાય એ પહેલા આંતરિક રાજકારણનો ભોગ બનતા હોવાની એક વાત સામે આવી છે અને આ જ કારણોથી કંટાળીને શાખા વડા પ્રજેશ સોલંકીએ રાજકોટ મહાનગરપાલિકા સાથે કાયમ માટે છેડો ફાડી નાખવાનું મન બનાવી લીધુ હોવાનું જાણવા મળે છે.

મહેકમ શાખાના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ અધિકારી પ્રજેશ સોલંકીએ સતાવાર રીતે લેખિતમાં રાજીનામુ પણ આપી દીધુ છે. રાજીનામુ મ્યુનિ.કમિશનર બ્રાન્ચમાં પડ્યુ છે. હજુ સુધી મંજૂર કરવામા આવ્યુ નથી. પણ અહીં નોંધનીય એ છે કે, પ્રજેશ સોલંકીને પર્યાવરણ ઇજનેરની જવાબદારી સોંપાયાને હજુ થોડો જ સમય થયો છે ત્યા તો આંતરિક રાજકારણનો ભોગ બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *