રાજકોટમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાનો પ્રારંભ

રાજકોટમાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો નાનામવા ખાતે આવેલા જગન્નાથજી મંદિરેથી પ્રારંભ થયો હતો. સવારે રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાના હસ્તે પહિંદવિધી કરવામાં આવી હતી. જયારે…

રાજકોટમાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો નાનામવા ખાતે આવેલા જગન્નાથજી મંદિરેથી પ્રારંભ થયો હતો. સવારે રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાના હસ્તે પહિંદવિધી કરવામાં આવી હતી. જયારે રાજવી પરિવાર ઉપરાંત મેયર ડો.નેહલ શુકલ અને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ આરતી ઉતારી હતી અને ત્યારબાદ રથ ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ રથયાત્રા શહેરના નિયત માર્ગો ઉપર ફરીને રાત્રે 8 વાગ્યે પૂર્ણ થઇ હતી. રથયાત્રામાં ધાર્મિક વેષભૂષા સાથે જોડાયેલા લોકો તેમજ રાસ-મંડળીઓએ ભારે આકર્ષણ જગાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *