વેપન કાર્ટેલ: ત્રણ ફટાકડી સાથે વધુ બે ઝડપાયા

શહેરમાં અષાઢી બીજના તહેવાર નિમિત્તે નીકળનારી ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ…

શહેરમાં અષાઢી બીજના તહેવાર નિમિત્તે નીકળનારી ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ગુનાખોરી ડામવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાના પગલે પીસીબીની ટીમે ગેરકાયદેસર હથિયારોનું ખરીદ-વેચાણ કરતી કુખ્યાત ‘વેપન કાર્ટેલ’નો પર્દાફાશ કર્યા બાદ પુછપરછમાં ગેંગના વધુ બે સાગરીતોને 3 દેશી બનાવટની પિસ્તોલ અને 2 જીવતા કાર્ટીસ સાથે ઝડપી લેવામાં સફળતા મળી છે.

મળતી માહિતી મુજબ, પી.સી.બી. પી.આઈ એમ. આર. ગોંડલીયાના સીધા માર્ગદર્શન હેઠળ પીસીબીની ટીમે ગેરકાયદેસર હથિયારોના વેચાણના આ રેકેટમાં સામેલ 6 આરોપીઓને 18 હથિયારો અને 30 જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધા હતા. મીરજાપુરનો સપ્લાયર સકીલ સાદીક મન્સુરી, જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઇ વાઘેલા, ગાવસ્કર ઉર્ફે દર્શન ચંન્દ્રમૌલિકભાઇ ઉર્ફે અનિલભાઇ રોજાસરા, અનિલભાઇ વિરાભાઇ ખેતરીયા , પ્રદિપભાઇ અનકભાઇ કરપડાને લેવામાં આવ્યા હતા. પીસીબીની ટીમે પકડાયેલા આરોપી પ્રદીપ કરપડાની આકરી પૂછપરછમાં વધુ એક નામ સામે આવ્યું હતું કે તેણે અગાઉ લોધિકાના વડ વાજડી ગામના ન્યારી ડેમ પાસે વેનીલા કેફે ચલાવતા યુ-ટ્યુબર સંદીપસિંહ પ્રભાતસિંહ પરમારને હથિયારો આપ્યા હતા. જેને પગલે પી.સી.બી. ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સંદીપસિંહ પરમારને બે દેશી પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો.

પકડાયેલા મિરઝાપુર ના સુત્રધાર સહીત પાંચ શખ્સોના રિમાન્ડ મેળવી પુછપરછ શરૂૂ કરવામાં આવી છે.ત્યારે તપાસ દરમિયાન પકડાયેલા આરોપી પ્રદીપ ઉર્ફે અનકભાઈ કરપડાએ કબૂલાત કરી હતી કે તેણે અગાઉ એક દેશી બનાવટનું હથિયાર અને કાર્ટીસ આરીફ પઠાણ નામના શખ્સને આપ્યું હતું. જ્યારે અન્ય આરોપી શકીલ સાદીક મન્સૂરીની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે તેણે જયપાલ ડેડાણીયા નામના શખ્સને હથિયારો આપ્યા હતા. આ બાતમીના આધારે પીસીબી સતત ત્રીજા દિવસે દરોડા પાડી તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા ગંજીવાડા મેઇન રોડ, મસ્જીદ ચોક પાસે રહેતા જમીન-મકાનના દલાલ આરીફ ગફારભાઈ પઠાણ (ઉં.વ. 34) અને રણુજા મંદિર સામે, ન્યુ વેલનાથ પરા શેરી નં. 3માં રહેતા જયપાલ રાજેશભાઈ ડેડાણીયા (ઉં.વ. 29) પાસેથી 3 દેશી બનાવટની પિસ્તોલ તેમજ 2 નંગ જીવતા કાર્ટીસ કબજે કર્યા હતા.

ઝડપાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે: આરીફ પઠાણ સામે વડોદરા સાયબર ક્રાઇમમાં આઈ.ટી. એક્ટ અને છેતરપિંડી, તેમજ રાજકોટના થોરાળા, બી-ડિવિઝન, એ-ડિવિઝન, કુવાડવા રોડ અને ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ, રાયોટિંગ, એટ્રોસિટી એક્ટ, મનીલેન્ડ એક્ટ અને ધાક-ધમકી સહિતના અગાઉ 10 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જયારે જયપાલ ડેડાણીયા સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં મારામારી, ધાક-ધમકી, પ્રોહિબિશન અને જાહેરનામા ભંગના અગાઉ 3 ગુનાઓ નોંધાયેલા છે.

પી.સી.બી.ના પી.આઈ એમ.આર.ગોંડલીયા સાતે પીએસઆઈ પી.બી.ત્રાજીયા, પીએસઆઈ આર.કે.જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પ્રદીપસિંહ સરવૈયા , યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને જયેશભાઇ ગઢવીએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *