બ્યુટીપાર્લર સંચાલિકા સાથે સોનાના દાગીના નવા કરાવી દેવાની લાલચ આપી 25 લાખની ઠગાઈ

રાજકોટના લક્ષ્મીનગર પાછળ રાધાનગર શેરી નં. 9માં રહેતા અને ઘરેથી જ બ્યુટી પાર્લર ચલાવતા હેતલબેન તુષારભાઈ પરસાણા (ઉ.વ. 43) સાથે સોનાના દાગીના નવા કરાવી આપવાના…

રાજકોટના લક્ષ્મીનગર પાછળ રાધાનગર શેરી નં. 9માં રહેતા અને ઘરેથી જ બ્યુટી પાર્લર ચલાવતા હેતલબેન તુષારભાઈ પરસાણા (ઉ.વ. 43) સાથે સોનાના દાગીના નવા કરાવી આપવાના બહાને 25 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. આ અંગે આરોપી શક્તિ રમેશભાઈ રાઠોડ (રહે. માધવ એપાર્ટમેન્ટ, શાસ્ત્રીનગર, અજમેરા) વિરુદ્ધ માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.આ મામલે એએસઆઈ કે.બી.સેખલીયાએ તપાસ શરૂ કરી આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.

ઘટનાની વિગત મુજબ, હેતલબેને જણાવ્યું છે કે 2025ની સાલમાં તેમની ફ્રેન્ડ પાયલ ડોડિયા મારફત પિતરાઈ ભાઈ એવા આરોપી શક્તિ સાથે સંપર્ક થયો હતો. તે સમયે આરોપીએ પોતે મનપાનો કોન્ટ્રાક્ટર, કોસ્મેટિક આઈટમનો વેપારી અને રેસ્ટોરન્ટના ધંધા સાથે સંકળાયેલો હોવાનું જણાવ્યું હતું. એક દિવસ આરોપીએ તેનો મિત્ર જૂના દાગીના બદલામાં ઝીરો ટકા મજૂરીએ નવા દાગીના બનાવી આપતો હોવાનું કહી હેતલબેનને વિશ્વાસમાં લીધા હતા. શરૂઆતમાં આરોપીએ બે-ત્રણ દાગીના નવા જેવા કરાવીને પરત આપ્યા હતા, જેના કારણે હેતલબેનનો વિશ્વાસ બેસી જતા તેમણે 720 ગ્રામ વજનના દાગીના નવા કરાવવા આપ્યા હતા.

બાદમાં આરોપીએ અનેક વાર ઉઘરાણી કરવા છતાં દાગીના પરત આપ્યા ન હતા અને આખરે દાગીના યદુનંદન નામની મંડળી અને અન્ય જગ્યાએ ગીરવે મૂકી દીધાનું કબૂલ્યું હતું.ઘણા સમયથી દાગીનાની ઉઘરાણી કરવા છતાં નહીં મળતા હેતલબેને આરોપી વિરુદ્ધ ઈ.ઓ.ડબલ્યુ.માં અરજી કરી હતી. તે વખતે આરોપીએ 45 લાખ આપવા સહમતી દર્શાવી બાદમાં 80 લાખ ચૂકવવાની ખાતરી આપી હતી. જેમાંથી 55 લાખ ચૂકવી દીધા બાદ બાકીના 25 લાખ રૂપિયા આજ સુધી નહીં ચૂકવતા આખરે હેતલબેને માલવીયા પોલીસના સ્ટાફે ફરિયાદ નોંધાવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *