રાજુલામાં મોબાઇલ હેક કરી ગઠિયાએ યુવકના મોબાઇલમાંથી રૂા.3.19 લાખ ઉપાડી લીધા

રાજુલા શહેરમાં સાયબર ઠગાઈનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા સાયબર ઠગોએ ફરિયાદીનો મોબાઇલ ફોન હેક કરી કોઈપણ ઘઝઙ વગર તેમના બેન્ક ખાતામાંથી…

રાજુલા શહેરમાં સાયબર ઠગાઈનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા સાયબર ઠગોએ ફરિયાદીનો મોબાઇલ ફોન હેક કરી કોઈપણ ઘઝઙ વગર તેમના બેન્ક ખાતામાંથી કુલ રૂૂપિયા 3.19 લાખની રકમ અલગ-અલગ બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરી નાંખી હતી.

સમગ્ર મામલે રાજુલા પોલીસ મથકે ગુનો નોંધાતા સાયબર ગુનાની તપાસ હાથ ધરવામાં આવી છે.
મૂળ સુરતના અને હાલ રાજુલાના છતડિયા રોડ સ્થિત બજરંગ રેસીડેન્સીમાં રહેતા મેહુલભાઈ ગોરધનભાઈ સરધારાએ ફરિયાદ નોંધાવી છે. 30 મે 2026થી 6 જૂન 2026 દરમિયાન અજાણ્યા શખ્સોએ કોઈ ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરી તેમનો મોબાઇલ ફોન હેક કર્યો હતો. ત્યારબાદ ફરિયાદીની જાણ બહાર અને OTP વિના તેમના બેન્ક ખાતામાંથી કુલ રૂૂપિયા 3,19,000ની રકમ તબક્કાવાર અલગ-અલગ બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી.

પોલીસ તપાસમાં 50 હજાર ઉત્તર પ્રદેશના અખંડ પ્રતાપસિંહના ખાતામાં, 40 હજાર ઉત્તર પ્રદેશના રિતિકસિંહના ખાતામાં, 33 હજાર રાજસ્થાનના ક્ધહૈયાલાલ કુંભાજીના ખાતામાં, 52 હજાર મુંબઈના સિદ્ધાર્થ મુન્દ્રાના ખાતામાં, 48 હજાર બિહારના રવીકુમારના ખાતામાં તેમજ 96 હજાર મહારાષ્ટ્રના જલનાના કૃષ્ણના અર્જુન શેવાલેના ખાતામાં ટ્રાન્સફર થતા ગુનો નોંધવામાં આવ્યો હતો.

સાયબર ઠગોએ ટેકનિકલ રીત અપનાવી ફરિયાદીના મોબાઇલ અને બેન્કિંગ માહિતીનો દુરુપયોગ કરી રકમ ઉપાડી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રાજુલા પોલીસે અજાણ્યા આરોપીઓ સામે સાયબર ફ્રોડ, છેતરપીંડી તથા મદદગારી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર નાણાકીય વ્યવહારની વિગતો, બેન્ક ખાતાઓ અને ડિજિટલ ટ્રેલના આધારે તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *