જામનગરમાં રથયાત્રા પૂર્વે પોલીસ એલર્ટ, વિવિધ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ

ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પૂર્વે જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ રથયાત્રા શાંતિપૂર્ણ અને નિર્વિઘ્ન રીતે સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર…

ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પૂર્વે જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ રથયાત્રા શાંતિપૂર્ણ અને નિર્વિઘ્ન રીતે સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. આ અનુસંધાને જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ખંભાળિયા ગેટ, હવાઈ ચોક, પંચેશ્વર ટાવર, માંડવી ટાવર, દરબારગઢ વિસ્તાર તેમજ બાલા હનુમાનજી મંદિર વિસ્તાર સહિતના સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા સ્થાનિક લોકો સાથે સંવાદ સાધી શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ પણ કરવામાં આવી હતી. આ ફૂટ પેટ્રોલિંગમાં સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી. એમ. ડોડીયા, દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઈ વી. આર. ગામેતી, ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીના પીએસઆઈ ડી. જી. રામાનુજ, પીએસઆઈ એમ. એન. રાઠોડ સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ જોડાયા હતા. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે દર્શનનો લાભ લઈ શકે તે માટે શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *