ખાણીપીણીની 121 પેઢીમાં દરોડા : 55 Kg વાસી ફૂડ, 180 ઊંલ પસ્તી પકડાઇ

રાજકોટ મનપાની ફૂડ શાખાએ છેલ્લા કેટલાક દિવસોથી ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યા શરૂૂ કરેલી ચેકીંગની મહાઝૂંબેશમાં વધુ 121 પેઢીમાં દરોડાં પાડવામા આવ્યા હતા. એ દરમિયાન 55 કિલો…

રાજકોટ મનપાની ફૂડ શાખાએ છેલ્લા કેટલાક દિવસોથી ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યા શરૂૂ કરેલી ચેકીંગની મહાઝૂંબેશમાં વધુ 121 પેઢીમાં દરોડાં પાડવામા આવ્યા હતા. એ દરમિયાન 55 કિલો વાસી ફૂડ અને 180 કિલોથી વધુ વિવિધ ખાદ્યસામગ્રી પેકીંગ કરીને આપવા માટે વપરાતી પ્રિન્ટવાળા કાગળ અને પસ્તી મળી આવી હતી. દરમિયાન દૂધની ડેરી સહિતની પેઢીમાં તપાસ દરમિયાન શંકાસ્પદ લાગતી 12 ફૂડ આઇટમના નમુના લઇને લેબોરેટરીમાં મોકલી આપવામા આવ્યા છે.

મનપાએ કરેલા ચેકીંગ દરમિયાન શ્રીમાન છોટુજી સમોસેવાલે(દ્વારકા કોમ્પ્લેક્સ સામે, ટાગોર રોડ), ધમાભાઈ બ્રેડવાળા(વિરાણી ચોક), જનતા બેકરી(મનહર પ્લોટ-7), વરિયા ભજીયા હાઉસ(લોધાવાડ ચોક), શ્રી બાલગોપાલ લાલજી નાસ્તા હાઉસ(હરિઓમ કોમ્પલેકસ, મંગળા રોડ), જય બાલાજી લસ્સી કોલ્ડ્રિંક્સ(હરિઓમ કોમ્પલેકસ, મંગળા રોડ), શ્રી ઉમિયાજી ફરસાણ(મનહર પ્લોટ-11 કોર્નર), રાજમંદિર ફરસાણ(રાજયોગ કોમ્પ્લેક્સ, વિરાણી ચોક), શ્રી ચામુંડા ફરસાણ(રાધા મિરા પાર્ક, મોરબી રોડ), દ્વારિકાધીસ ફરસાણ(આસ્થા ચોક, રેલનગર મેઇન રોડ), ચામુંડા ફરસાણ(ગાયત્રી નગર મેઇન રોડ, મોરબી રોડ), સોમનાથ નમકીન(ગાયત્રી નગર મેઇન રોડ), બાલાજી ફરસાણ(બોલબાલા માર્ગ, ગાયત્રી નગર મેઇન રોડ), ગાયત્રી ફરસાણ(બોલબાલા માર્ગ, ગાયત્રી નગર મેઇન રોડ), જય સિયારામ ફરસાણ(હસનવાડી -4), જય બાલાજી ફરસાણ(બોલબાલા માર્ગ, હસનવાડી -4), મહાવીર નમકિન: સહકાર મેઇન રોડ), શ્રી ગૌતમ ફરસાણ(સહકાર મેઇન રોડ), અનમોલ ફરસાણ(કોઠારીયા મેઇન રોડ, હૂડકો ક્વાટર્સ), સાઈ દાળ પકવાન: પુષ્કરધામ કોમ્પ્લેક્સ પાસે,, બાલાજી ગાંઠિયા( ખેતલા આપા ટી-પાન કોલ્ડ્રિંક્સ(પુષ્કરધામ કોમ્પ્લેક્સ, જામનગર રોડ), જય દ્વારકેશ પાન કોલ્ડ્રિંક્સ: પુષ્કરધામ કોમ્પ્લેક્સ), શંકર ડિલક્ષ પાન કોલ્ડ્રિંક્સ: પુષ્કરધામ કોમ્પ્લેક્સ,માધવ હોટલ(સરદાર કોમ્પ્લેક્સ, જામનગર રોડ), ભૂમિ છોલે ભટુરે(સરદાર કોમ્પ્લેક્સ, જામનગર રોડ), કનૈયા હોટેલ પાન કોલ્ડ્રિંક્સ(સરદાર કોમ્પ્લેક્સ, જામનગર રોડ) ,ખોડિયાર પૂરીશાક: કે.કે. કોમ્પ્લેક્સ, જામનગર રોડને ત્યાથી અનહાઇજેનિક સ્થિતિ, ફૂડ લાયસન્સ તેમજ પ્રિન્ટ થયેલા કાગળ કે પસ્તીમાં ખાદ્યચીજવસ્તુ પેકીંગ કરીને આપવામા આવતુ હોવાનુ પકડાતા મનપાએ નોટિસ અને દંડ ફટકાર્યો છે.

આ ઉપરાંત ખોડિયાર હોટેલ પાન કોલ્ડ્રિંક્સ(કે.કે. કોમ્પ્લેક્સ, જામનગર રોડ), શિહોરી કૃપા નાસ્તા હાઉસ (બજરંગવાડી મેઇન રોડ, શેરી નં.-2 કોર્નર), મહેરાજ ફરસાણ સ્વીટ માર્ટ(બજરંગવાડી મેઇન રોડ, શેરી નં.-9 કોર્નર), શ્રી રામ ખમણ હાઉસ(બજરંગવાડી મેઇન રોડ, શેરી નં.-3 કોર્નર), રામદેવ ફરસાણ(બજરંગવાડી મેઇન રોડ, શેરી નં.-3), ભગવતી ફરસાણ(ગોવિંદ બાગ પ્રિન્ટેડ), બાલાજી ફરસાણ(ગોવિંદ બાગ પ્રિન્ટેડ), વિજય સ્વીટ માર્ટ(પેડક રોડ), ન્યુ ભારત સ્વીટ માર્ટ, જગદીશ ગાંઠીયા (સંત કબીર રોડ) ભગીરથ ફરસાણ, મધુરમ કેક્સ બેક્સ(વૈદવાડી-1, સ્વાશ્રય મેઇન રોડ, મવડી રોડ), વરિયા ફરસાણ(સ્વાશ્રય મેઇન રોડ, મવડી રોડ), જલારામ ફરસાણ સ્વીટ માર્ટ(રામનગર -1 મેઇન રોડ), મહાવીર ફરસાણ(રામનગર મેઇન રોડ), અમૃત ડેરી ફાર્મ પાર્લર, જય મહાકાળી પાણિપુરી, વરિયા ફરસાણ (નંદા હોલ પાસે, કોઠારીયા મેઇન રોડ)ને ત્યાથી પસ્તીમાં ફૂડ આઇટમ પેકીંગ થતી હોય દંડ ફટકારવામા આવ્યો હતો.

વધુ 11 ડેરીમાંથી શંકાસ્પદ દૂધ, પનીર સહિતના નમૂના લેવાયા
અમૃત ડેરી ફાર્મ એન્ડ આઈસ્ક્રીમ: બજરંગવાડી ચોક, બજરંગવાડી મેઇન રોડ પરથી (1)પનીર (લુઝ) (2)મિક્સ દૂધ (લુઝ)
અમૃત ડેરી ફાર્મ: ચિત્રકૂટ એપાર્ટમેંટ, ગાયત્રીધામ, જામનગર રોડ ખાતેથીમિક્સ દૂધ (લુઝ)
ધારેશ્વર ડેરી ફાર્મ: કોટેચા ચોક, કાલાવડ રોડ ખાતેથી (1)મિક્સ દૂધ (લુઝ) (2)પનીર (લુઝ)
આઈ શ્રી ખોડિયાર દુગ્ધાલય: રૈયા ચોકડી પાસે, રૈયા રોડ, રાજકોટ. (1)મીકસ દૂધ (લુઝ) (2) ગાયનું દૂધ લુઝ) ના નમૂના લેવામાં આવેલ.
શ્રી દ્વારકાધીશ ડેરી ફાર્મ: રામનગર માર્કેટ મેઇન રોડ ખાતેથી
જય શક્તિ ડેરી ફાર્મ: ક્રિષ્ના પાર્ક ગેટ સામે, રેલનગર મેઇન રોડ, (1)ગાયનું દૂધ (લૂઝ) (2) ભેંસનું દૂધ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.
રાધિકા ડેરી ફાર્મ: આસ્થા ચોક, રેલનગર મેઇન રોડ, મિકસ દૂધ (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.
દ્વારકેશ ડેરી ફાર્મ: શિવ આસ્થા કોર્નર, મોરબી રોડ રોડ, મિકસ દૂધ (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.
બુટ ભવાની ડેરી ફાર્મ: રાધા મિરા પાર્ક, મોરબી રોડ, ગાયનું દૂધ (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ..
ધારેશ્વર ડેરી ફાર્મ: ભક્તિનગર સોસા. ભક્તિનગર સર્કલ, 80 રિં રોડ, મિક્સ દૂધ (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *