લોડર્સના મેદાનમાં બરોડાની યાસ્તિકા ભાટિયાએ સદી ફટકારી ઇતિહાસ રચ્યો

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગઈ કાલે ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ-મેચમાં ભારતે જીત માટે 457 રનનો વિશાળ ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં 285-10નો સ્કોર કરનાર ભારતે…

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગઈ કાલે ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ-મેચમાં ભારતે જીત માટે 457 રનનો વિશાળ ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં 285-10નો સ્કોર કરનાર ભારતે 86.3 ઓવરમાં 341-7ના સ્કોરે બીજી ઇનિંગ્સ઼ ડિક્લેર કરી હતી. પહેલી ઇનિંગ્સમાં 170-10નો સ્કોર કરનાર ઇંગ્લેન્ડે રન-ચેઝ દરમ્યાન 20મી ઓવરમાં 59 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. ત્રીજા દિવસના અંતે આ ટીમે 40 ઓવરમાં 6 વિકેટે 130 રન કર્યા હતા. ઇંગ્લેન્ડને મેચ જીતવા માટે હજી 327 રન અને ભારતને જીતવા માટે 4 વિકેટની જરૂૂર છે.

બીજી ઇનિંગ્સમાં ત્રીજા ક્રમે બરોડાની યાસ્તિકા ભાટિયાએ 158 બોલમાં 14 ફોર સાથે 113 રન કરી ભારત માટે પહેલી સદી નોંધાવી હતી. ઓપનર સ્મૃતિ માન્ધનાએ 130 બોલમાં 70 રન અને રિચા ઘોષે બાવન બોલમાં 50 રનનું યોગદાન આપ્યું હતું. સ્પિનર સોફી ઍક્લેસ્ટને આ ઇનિંગ્સમાં 33.3 ઓવરમાં 118 રન આપી પાંચ વિકેટ લીધી હતી.

લોર્ડ્સ ટેસ્ટ-મેચમાં ગઈ કાલે ત્રીજા દિવસની રમત પહેલાં 35 વર્ષની સ્પિન ઑલરાઉન્ડર હેધર નાઇટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 2010માં ડેબ્યુ કરીને તેણે ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ 320 મેચ રમી છે જેમાં 15 ટેસ્ટ-મેચ, 160 વન-ડે મેચ અને 145 ટી-20 મેચનો સમાવેશ થાય છે. 2017માં લોર્ડ્સમાં જ ઇંગ્લેન્ડે તેની આગેવાનીમાં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો.

લોર્ડ્સ ટેસ્ટ-મેચ પહેલાં 35 વર્ષની વિકેટકીપર-બેટર ટેમી બ્યુમોન્ટે પણ આ ટેસ્ટ-મેચ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ છોડવાની જાહેરાત કરી હતી. ઇંગ્લેન્ડની આ ભૂતપૂર્વ કેપ્ટને દેશ માટે 12 ટેસ્ટ-મેચ, 140 વન-ડે મેચ અને 109 ટી-20 મેચ રમી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *