72 વર્ષના મંજુલા દાદીએ સ્કોર્પિયોમાં લટકી કર્યા સ્ટંટ

રાજકોટમાં સ્કોર્પિયો કારમાં રિલ બનાવી એક દાદી ટ્રેન્ડ થઈ રહ્યા છે. આ દાદીનું નામ મંજુલાબેન સાકરીયા છે. મંજુલા દાદી પાસે એબીપી અસ્મિતા પહોંચ્યું હતું. 72…

રાજકોટમાં સ્કોર્પિયો કારમાં રિલ બનાવી એક દાદી ટ્રેન્ડ થઈ રહ્યા છે. આ દાદીનું નામ મંજુલાબેન સાકરીયા છે. મંજુલા દાદી પાસે એબીપી અસ્મિતા પહોંચ્યું હતું. 72 વર્ષના આ દાદીને હવે રિલ્સનો ચસ્કો લાગ્યો છે. દાદી આમ તો શહેરના શાસ્ત્રી મેદાન નજીક લારીમાં નાસ્તો વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. સમક્ષ મંજુલા દાદીએ નિખાલસ સ્વીકાર કર્યો કે રૂૂપિયા કમાવવા નહીં પણ નામ કમાવવા રિલ્સ બનાવી છે.

આટલું જ નહીં એ પણ ખુલ્લા મને સ્વીકાર કર્યો કે રિલ્સ બનાવવાનો મને શોખ છે. જાતે જ રિલ્સ બનાવડાવી હોવાનો પણ દાદીએ ખુલાસો કર્યો હતો. મંજુલા દાદીએ કહ્યું કે લોકો અહીં આવી મારા વીડિયો બનાવતા હતા અને રુપિયા કમાતા હતાં. ત્યારે મને જાતે જ રિલ્સ બનાવવાનો શોખ લાગ્યો છે.
રાજકોટના સોશિયલ મીડિયા પર એક 72 વર્ષના દાદીની રીલ ધૂમ મચાવી રહ્યા છે.

સ્કોર્પિયો કારમાં સ્ટંટ કરતા મંજુલાબેન સાકરિયા નામના આ દાદીનો વીડિયો વાયરલ થતાં જ તેઓ રાતોરાત સોશિયલ મીડિયા સ્ટાર બની ગયા છે. મંજુલા દાદીએ કહ્યું કે પરિવારમાં તેમના સિવાય કોઈ નથી, એક દીકરી છે જે સાસરે છે અને તેઓ ઘરમાં સાવ એકલા જ રહે છે. લારીના આ વ્યવસાયમાંથી તેમને રોજની માંડ 50-100 રૂૂપિયા જેવી સામાન્ય આવક થાય છે, છતાં જીવન પ્રત્યેનો તેમનો ઉત્સાહ કોઈ યુવાનથી ઓછો નથી.

સ્કોર્પિયો સાથેના સ્ટંટ વીડિયો અંગે દાદીએ કહ્યું કે, “મેં વીડિયો બનાવ્યો તેમાં કાંઈ ખોટું શું કર્યું? છતાં જો કોઈને ખોટું લાગ્યું હોય કે મેં કઈં ભૂલ કરી હોય તો હું માફી માંગુ છું.,આ સાથે જ તેમણે આજની યુવા પેઢીને એક મહત્વની અપીલ કરતાં જણાવ્યું કે, યુવાનોએ સોશિયલ મીડિયા પર ચોક્કસ વીડિયો બનાવવા જોઈએ પણ એવા વીડિયો બનાવો જેનાથી બીજા કોઈ લોકોને નુકસાન ન પહોંચે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *