જામનગરમાં રહેતા આશિષ મનસુખભાઈ હરિયાણી (ઉં. 27), રહે. જળેશ્વર સોસાયટી, રણજીતસાગર રોડ, જામનગરે શહેરના પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, અંદાજે એક મહિના પહેલાં તેણે મિત્ર ચિરાગ અશોકભાઈ ગંઢા પાસેથી રૂૂ. 20 હજાર વ્યાજે લીધા હતા.
ફરિયાદ મુજબ, તેણે અત્યાર સુધીમાં રૂૂ. 43 હજાર જેટલી રકમ ચૂકવી હોવા છતાં ચિરાગ ગંઢા વધુ રૂૂ. 30 હજારની માંગણી કરી પઠાણી ઉઘરાણી કરતો હતો. ત્રણ દિવસ પહેલાં સાઈબાબા મંદિર પાસે ચિરાગ ગંઢાએ રૂૂપિયા માંગતાં આશિષ પાસે પૈસા ન હોવાથી તેની સાથે ગાળાગાળી કરી થપ્પડ મારી હતી અને રૂૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીએ આશિષના માતા-પિતાને પણ ફોન કરીને વચ્ચે નહીં પડવાની અને આશિષને નહીં છોડવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ સતત દબાણ અને ધમકીઓથી ભયભીત બનેલા આશિષે શનિવારે સવારે પોતાના ઘરે ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે આશિષ હરિયાણીની ફરિયાદના આધારે પોલીસે ચિરાગ અશોકભાઈ ગંઢા સામે વ્યાજખોરી, પઠાણી ઉઘરાણી, મારપીટ, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કોલેજિયન યુવકનો રૂા.25 હજારનો મોબાઇલ ચોરાયો
જામનગર જિલ્લાના બેડ ગામના રહેવાસી અને કોલેજમાં અભ્યાસ કરતા અજયભાઈ જયસુખભાઈ મારુએ સિક્કા પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમણે આશરે એક વર્ષ પહેલાં સેમસંગ કંપનીનો એ-35 મોડેલનો મોબાઇલ રૂૂ. 25 હજારમાં ઓનલાઈન ખરીદ્યો હતો. તેઓ પોતાની માતા સાથે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ગયા હતા. સારવાર પૂર્ણ કર્યા બાદ સાંજે જામનગર એસટી બસ સ્ટેન્ડથી ખંભાળિયા રૂૂટની બસમાં પોતાના ગામ જવા માટે બેઠા હતા. તે સમયે મોબાઇલ તેમના પેન્ટના ખિસ્સામાં હતો. સાંજે આશરે સાડા છ વાગ્યે બેડ ગામના પાટિયા નજીક હાઇવે પર બસમાંથી ઉતર્યા બાદ ખિસ્સામાં તપાસ કરતાં મોબાઇલ ગુમ હોવાનું જણાયું. બસમાં મુસાફરી દરમિયાન કોઈ અજાણ્યા ચોરે તેમના પેન્ટના ખિસ્સામાંથી સીમકાર્ડ વગરનો સેમસંગ એ-35 મોબાઇલ, જેની કિંમત રૂૂ. 25 હજાર છે.
