વેપારી વિરુદ્ધ થયેલી અરજીની તપાસ બાદ મોટો કેસ નહીં કરવા રૂૂ. 20 લાખની લંચના ગુનામાં ઝડપાયેલા સેન્ટ્રલ જીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ અને ટેક્સ ક્ધસલ્ટન્ટ વકીલની ચાર્જશીટ બાદની જામીન અરજીઓ અદાલત દ્વારા નામંજૂર કરવામાં આવી છે.
આ કેસની હકિકત મુજબ, વેપારી ધનેશકુમાર પારેખ વિરૂૂધ્ધ જી.એસ.ટી. નંબર ભરવા અને ખોટા બિલ બનાવવા બાબતે તપાસ કરવા અરજી થયેલ હતી. આ અરજીની તપાસ બાદ કોઈ મોટો કેસ નહી કરવાના અવેજ પેટે સી.જી.એસ.ટી. સુપ્રિન્ટેન્ડેન્ટ મુકેશકુમાર મનબોધકુમારે રૂૂા.25 લાખની લાંચની માંગણી કરી રૂૂા.20 લાખમાં સેટલમેન્ટ કરી આ રકમ ટેક્ષ ક્ધસલ્ટન્ટ આકાશ રમેશભાઈ કલોલીયાને આપી દેવા જણાવેલ. આથી એસીબી દ્વારા છટકું ગોઠવાતા તા. 28/ 04/ 2026ના રોજ રાત્રિના સમયે સુપ્રિન્ટેન્ડેન્ટ મુકેશકુમાર વતી ક્ધસલ્ટન્ટ આકાશ પોતાની ઓફિસમાં રાત્રીના સમયે રૂૂા. 20 લાખની લાંચ લેતા રંગે હાથ પકડાઈ જતા એ.સી.બી.એ બંને આરોપીઓ વિરૂૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુન્હો દાખલ કરી ધરપકડ કરી તપાસના અંતે ચાર્જશીટ કર્યુ઼ હતું. બાદમાં સુપ્રિન્ટેન્ડેન્ટ મુકેશકુમાર અને ટેક્ષ ક્ધસલ્ટન્ટ આકાશ કલોલીયાએ નાણાની લેવડ દેવડ કાયદેસરના વહેવારની હતી તેમ જણાવી જામીન અરજીઓ કરી હતી.
જે બંને જામીન અરજીઓ નામંજૂર કરવા સરકાર પક્ષે જિલ્લા સરકારી વકિલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતું કે, આરોપીઓ વચ્ચેના ટેલિફોનિક વાર્તાલાપને ધ્યાનમાં લેતા જણાવવામાં આવેલ કે આ વાર્તાલાપનું વૈજ્ઞાનિક પરીક્ષણ થયેલ ન હોય તો પણ જયારે આરોપી આકાશ કલોલીયા ફરીયાદી પાસેથી 20 લાખ રૂૂપિયા ક્યાં કાયદેસરના વ્યવહાર પેટે સ્વીકારે છે તે જણાવતા નથી. ત્યારે આ રકમ લાંચની જ છે તેમ માનવાનુ રહે છે. સુરેન્દ્રનગરના કલેકટર રાજેન્દ્રકુમાર પટેલનો કેસ ટાંકી જિલ્લા સરકારી વકીલ રજુઆત કરેલ હતી કે, આ કલેકટર પાસેથી કોઈ રકમ કબ્જે થયેલ ન હતી તેમ છતા સહઆરોપીના નિવેદનના આધારે ગુજરાત હાઈકોર્ટે કલેકટરની જામીન અરજી રદ કરેલ.
આ ઉપરાંત વકીલ જીતેન્દ્ર રાઠોડની પણ જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે રદ કરતા ઠરાવેલ છે કે, વકીલ દરજજાના ઉમદા વ્યવસાય સાથે જોડાયેલ વ્યકિતએ આરોપી સાથે સાંઠગાંઠ કરી ગુન્હો આચરવામાં મદદગારી કરેલ હોય ત્યારે વકીલની વર્તણુકને પણ ગંભીરતાથી લેવી જોઈએ. સરકાર તરફેની આ તમામ રજુઆતોના અંતે ખાસ અદાલતના જજ ટી. એસ. બ્રહ્મભટ્ટે ટેક્ષ ક્ધસલ્ટન્ટ આકાશ કલોલીયા અને સી.જી.એસ.ટી.ના સુપ્રિન્ટેન્ડેન્ટ મુકેશકુમાર મનબોધકુમાર બંનેની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજીઓ રદ કરી છે. આ કામમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરા રોકાયા હતા.
