રેલવે સ્ટેશન પરથી 1.980 કિલો ગાંજા સાથે બિહારી શખ્સ ઝડપાયો

શહેરમાં માદક પદાર્થનો વેપલો અટકાવવા અને હેરાફેરી રોકવા માટે પોલીસ સક્રિય થઇ છે. ત્યારે રેલવે એલસીબીએ બાતમીના આધારે રેલવે સ્ટેશન પરથી 1.980 કિલો ગાંજાના જથ્થા…

શહેરમાં માદક પદાર્થનો વેપલો અટકાવવા અને હેરાફેરી રોકવા માટે પોલીસ સક્રિય થઇ છે. ત્યારે રેલવે એલસીબીએ બાતમીના આધારે રેલવે સ્ટેશન પરથી 1.980 કિલો ગાંજાના જથ્થા સાથે બિહારી શખ્સને ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં આ શખ્સ બિહારથી ગાંજો લઇ જામનગર ડિલીવરી આપવા માટે જતો હોવાનુ કબુલાત આપતા પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ એલસીબી પીઆઇ જે.આર.દેસાઇના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેલવે પીઆઇ એચ.એમ.રાણા, પીએસઆઇ જે.એમ.પરમાર, એએસઆઇ હરપાલસિંહ, હેડકોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ, જયવિરસિંહ, કોન્સ્ટેબલ જયેશભાઇ સહિતનો સ્ટાફ રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગમાં હતો. દરમિયાન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર એક શખ્સ શંકાસ્પદ વજનદાર બેગ સાથે આંટા મારી રહ્યો છે. જેમાં માદક પદાર્થનો જથ્થો છુપાવવામાં આવેલ છે. જે બાતમી મળતાની સાથે જ રેલ્વે એલસીબીની ટીમે તાત્કાલિક પ્લેટફોર્મ નંબર 1 પર જઈ શંકાસ્પદ શખ્સ પાસે રહેલ બેગ તપાસતા તેમાંથી રૂૂ.99 હજારની કિંમતનું 1.980 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજો, મોબાઈલ મળી કુલ રૂૂ.1.14 લાખનો મુદ્દામાલ કબજે કરી રાહુલકુમાર અર્જુનભાઈ મંડલ (રહે. સુપૌલ, બિહાર) વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પોલીસ પૂછપરછમાં ઝડપાયેલો બિહારી શખ્સ પોતાના વતનમાંથી પાડોશી શખ્સ પાસેથી આ ગાંજોનો જથ્થો લીધો હોવાનુ અને જામનગર રેલવે સ્ટેશન પર એક વ્યક્તિ તેના ફોનથી સંપર્ક કરી આ ગાંજાનો જથ્થો લેવા આવનાર હોવાની કબુલાત આપી હતી. જો કે, આરોપી સાચુ બોલે છે કે, કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *