રાજકોટમાં જુના સાંઢિયાપુલને તોડીને તેની જગ્યાએ બનેલા ફોરટ્રેક બ્રિજનું નામ શ્યામાપ્રસાદ મુખર્જી ઓવરબ્રિજ રાખવા માટે પાર્ટી કક્ષાએ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. આ નામકરણનો સતાવાર ઠરાવ આગામી જનરલ બોર્ડમાં થઇ શકે છે
.સાંઢિયાપુલ તાજેતરમાં જ ખુલ્લો મુકવામા આવ્યો છે. જો કે તેના લોકાર્પણ વખતે નામકરણ હજુ જાહેર કરાયુ ન હતુ. એ દરમિયાન આ બ્રિજ સાથે જનસંઘન સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જી બ્રિજ રાખવાનું પાર્ટી કક્ષાએ નક્કી થયુ હોવાનું શહેર ભાજપના સુત્રોમાંથી જાણવા મળ્યુ છે. જો કે મનપા તરફથી હજુ સુધી તેનો સતાવાર નિર્ણય જાહેર કરવામા આવ્યો નથી.સંભવત: આગામી જનરલ બોર્ડમાં સાંઢિયા પુલના આ નામકરણની દરખાસ્ત એજન્ડામાં આવે તેવી પૂરી સંભાવના છે.
