કોરોના રિટર્ન : આંધ્ર પ્રદેશમાં બે લોકોના મોત, 4 કેસ પોઝિટિવ

2019 થી 2021 સુધી દેશભરમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ચોમાસામાં ફરી માથુ ઉંચકયું છે અને બે લોકોના ભોગ લેતાં સરકાર દોડતી થઈ ગઈ છે. આંધ્ર પ્રદેશમાં…

2019 થી 2021 સુધી દેશભરમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ચોમાસામાં ફરી માથુ ઉંચકયું છે અને બે લોકોના ભોગ લેતાં સરકાર દોડતી થઈ ગઈ છે. આંધ્ર પ્રદેશમાં ગુરુવારના રોજ કડપ્પા જિલ્લામાં ફરી 2 લોકોના કોરોના વાયરસના કારણે મૃત્યું થયા છે. આ સાથે 4 લોકો પોઝિટિવ આવ્યા છે. જે સ્વાસ્થ વિભાગની દેખરેખ હેઠળ છે. પોઝિટિવ આવેલા 4 લોકોમાંથી 3 લોકો ઘર પર આઈસોલેશનમાં છે. ચોથા વ્યક્તિને હળવા લક્ષણો જોવા મળ્યા છે. આ માટે કડપ્પાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ તેની સારવાર કોવિડ-19માં ખાસ વોર્ડમાં ચાલી રહી છે. તમામ 4 દર્દીઓના રિપોર્ટ કડપ્પાની વાયરોલોજી લેબમાં RT-PCR ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે.

આ કેસ કડપ્પાના અલગ અલગ વિસ્તારના છે. આ ચાર લોકએ કોવિડની વેક્સીન પણ લીધી હતી. તેમાંથી એકે બુસ્ટર ડોઝ પણ લીધો હતો. બે મૃત્યુમાંથી પહેલું મૃત્યુ 28 જૂનના રોજ CMC વેલ્લોરમાં થયું હતું. સારવાર દરમિયાન 60 વર્ષીય દર્દીનું મૃત્યુ થયું હતું. તેમને શરૂૂઆતમાં તિરુપતિના SVIMSમાં દાખલ કરવામાં આવી હતી અને બાદમાં CMC વેલ્લોરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.RT-PCR ટેસ્ટમાં કોવિડ-19 પોઝિટિવ આવ્યો હતો. બીજા કિસ્સામાં 43 વર્ષીય દર્દીનું પણ ચેપથી મૃત્યુ થયું હતું. વાયરસ માટે પોઝિટિવ ટેસ્ટ આવ્યા બાદ તેમની સારવાર ચાલી રહી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *