લોહચૂંબક અને એપ્લીકેશનની મદદથી લોક ખોલી કાર ઉઠાંતરી કરનાર બે ઝડપાયા

રાજકોટ,જામનગર, ધ્રાંગધ્રા અને ઊંઝામાં લક્ઝુરિયસ અને કિંમતી કારોને ખાસ લોહચુંબક અને આધુનિક ડિજિટલ ગેજેટ્સ અને એપ્લિકેશનની મદદથી પળવારમાં અનલોક કરી ચોરી કરતી રીઢા ગુનેગારોની આંતરરાજ્ય…

રાજકોટ,જામનગર, ધ્રાંગધ્રા અને ઊંઝામાં લક્ઝુરિયસ અને કિંમતી કારોને ખાસ લોહચુંબક અને આધુનિક ડિજિટલ ગેજેટ્સ અને એપ્લિકેશનની મદદથી પળવારમાં અનલોક કરી ચોરી કરતી રીઢા ગુનેગારોની આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી ક્રાઈમ બ્રાંચની ટીમે બે શખ્સોને ઝડપી લીધા છે.

શહેરમાં વધી રહેલી વાહનચોરીની ઘટનાઓ ડામવા માટે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચે એક મોટી સફળતા મેળવી છે.પકડાયેલા આરોપીઓ અને ગુનાહિત ઈતિહાસ છે. પોલીસના સકંજામાં આવેલા આરોપીઓની મુકેશ મોહન મેઘવાળ અને અને સદ્દામ ઉર્ફે છોટીયો યુસુફ ખાનની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિઓનો લાંબો ઈતિહાસ ધરાવે છે. આરોપી સદ્દામ ઉર્ફે બોડીયો વર્ષ 2014માં રાજસ્થાનના જોધપુર ખાતે થયેલા એક ચકચારી મર્ડરના ગુનામાં પકડાયો હતો અને જેલમાં સજા કાપી રહ્યો હતો. જોકે, ગત માર્ચ માસમાં તે પેરોલ પર મુક્ત થયા બાદ ફરાર થઈ ગયો હતો અને જેલ ભેગા થવાને બદલે ફરીથી ગુનાખોરીના રસ્તે ચડી ગયો હતો. ગેંગનો અન્ય એક સાગરીત મુકેશ પણ આ ચોરીઓમાં સંડોવાયેલો છે, જેની વિરુદ્ધ અગાઉ સુરેન્દ્રનગર, વલસાડ અને કચ્છ સહિતના જિલ્લાઓમાં ચોરીના ચારથી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

ચોરી કરવાની અત્યાધુનિક ‘મોડસ ઓપરેન્ડી’ આ શાતિર ચોરો સામાન્ય વાહનચોરો કરતાં તદ્દન અલગ અને હાઈટેક પદ્ધતિ અપનાવતા હતા. તેઓ ખાસ કરીને મોંઘી ગાડીઓને નિશાન બનાવતા. આરોપીઓ કોઈપણ વાહનની ઓરિજિનલ ચાવી વગર, પોતાની પાસે રહેલા ખાસ લોહચુંબક અને મોબાઈલ કનેક્ટર અને એક એડવાન્સ ડિજિટલ એપ્લિકેશનની મદદથી કારની સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમને હેક કરી લેતા હતા. પળવારમાં કાર અનલોક થઈ જતાં તેઓ વાહન લઈને રફુચક્કર થઈ જતા હતા. તેઓ કોઈપણ નવી ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવા માટે જ આવી લક્ઝુરિયસ કારોની ચોરી કરતા હોવાનું ખુલ્યું છે.

લાખોની કિંમતનો મુદ્દામાલ રિકવર રાજકોટ ક્રાઈમ બ્રાંચે આ ઓપરેશન દરમિયાન આરોપીઓ પાસેથી ત્રણ કાર કબજે કરી છે. હાલમાં આ ગેંગ સામે જામનગર, નવાનગર અને ઊંઝા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. ક્રાઈમ બ્રાંચે આ હાઈટેક ગેંગના રિમાન્ડ મેળવી તેઓએ અન્ય કેટલા સ્થળોએ વાહનચોરી કે અન્ય ગુનાઓને અંજામ આપ્યો છે તે દિશામાં સઘન પૂછપરછ અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ક્રાઈમ બ્રાંચના પી.આઈ એ. એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ સાથે પીએસઆઈ વી.ડી.રાવલીયા, ડી.પી.ઝાલા , વી.ડી.ડોડીયા, એ.એસ.આઇ. સમીરભાઈ શેખ, યશવંતભાઈ ભગત, દીગપાલસિંહ જાડેજા, અમીતભાઈ અગ્રાવત, દીપકભાઈ ડાંગર, સાગરભાઈ માવદીયા, દીપકભાઈ ચોહાણ, પ્રદીપસિંહ જાડેજા,રાહુલભાઈ ગોહેલ, રાજેશભાઈ જળુ, અમીતભાઈ તુંડીયા, કરણભાઈ કોઠીવાળ, સંજયભાઈ અલગોતર, જીલુભાઈ ગરચર, મનીષભાઈ ચાવડા, મુકેશભાઈ સબાડ, અશ્વિનભાઈ પંપાણીયા, અરવિંદભાઈ ફતેપરા, મહાવિરસિંહ જાડેજા,કિશનભાઈ પાંભર, પોપટભાઈ ગમારાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *