કેન્દ્રીય પરિવહનમંત્રી ગડકરી આવતીકાલે અમદાવાદ-વડોદરા હાઈવેનું કરશે નિરીક્ષણ

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આવતીકાલે(9 જુલાઈ) ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન રાજ્યના હાઈવે પ્રોજેક્ટો, માર્ગ વિકાસ અને…

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આવતીકાલે(9 જુલાઈ) ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન રાજ્યના હાઈવે પ્રોજેક્ટો, માર્ગ વિકાસ અને પેસેન્જર મોબિલિટી ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમોમાં તેઓ ભાગ લેશે.પ્રવાસ દરમિયાન નીતિન ગડકરી ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે હાઈલેવલ બેઠક યોજશે. બેઠકમાં રાજ્યના વિવિધ રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટો, માર્ગ વિસ્તરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

આ બેઠક સાંજે 6:30 વાગ્યે The Leela Gandhinagar ખાતે યોજાશે.અમદાવાદ-વડોદરા કોરિડોરનું નિરીક્ષણ કરશે આ ઉપરાંત ગડકરી અમદાવાદ-વડોદરા હાઈવેના વિકાસકાર્યો અને સુવિધાઓનું નિરીક્ષણ પણ કરશે. રાજ્યના સૌથી વ્યસ્ત માર્ગોમાંના એક એવા અમદાવાદ-વડોદરા કોરિડોરના વિકાસ અંગે તેઓ અધિકારીઓ પાસેથી માહિતી મેળવશે. પ્રવાસ 5.0માં પણ ઉપસ્થિત રહેશે ગુજરાત પ્રવાસ દરમિયાન નીતિન ગડકરી ગાંધીનગર ખાતે યોજાનારા Prawaas 5.0માં પણ ઉપસ્થિત રહેશે. ભારતના બસ, કોચ અને જાહેર પરિવહન ક્ષેત્રના સૌથી મોટા પ્રદર્શન અને પરિષદ ગણાતા આ કાર્યક્રમનું આયોજન Helipad Exhibition Centre ખાતે કરવામાં આવ્યું છે. સાંજે 4:30 વાગ્યે યોજાનાર મુખ્ય ઉદ્ઘાટન સમારોહમાં નીતિન ગડકરી ઉપરાંત ગજેન્દ્ર સિંહ શેખાવત, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી તેમજ પ્રદીપ બત્રા ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *