અમેરિકા અને ઈરાનના એકબીજા પર હુમલા વચ્ચે ફરી એકવાર યુદ્ધના સંકેત ઘેરાતા અને અચાનક જ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સિઝફાયર પૂરું થયું છે અને ઇરાનના લોકો જુઠ્ઠા છે તેવી જાહેરાત કરવામાં આવ્યા બાદ ભારતીય શેરબજાર મોટા કડાકામાં ફેરવાઈ ગઇ. રોકાણકારોએ રાતા આસુએ રડવાનો વારો આવ્યો છે અને ઇન્વેસ્ટરોના કરોડો રૂૂપિયા સ્વાહા થઈ ગયા છે.
વહેલી સવારે સેન્સેક્સમાં જે 600 અને નિફ્ટીમાં 190 પોઇન્ટનો કડાકો હતો તે અચાનક જ વધી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પની એવી જાહેરાત કરી કે હવે ઇરાન સાથે કોઈ ડીલ નથી કરવી, તે લોકો ગાંડા થઈ ગયા છે. આ જાહેરાત સાથે જ સેન્સેક્સમાં અચાનક જ 1900થી વધુ તો નિફ્ટીમાં 600થી વધુ પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો.
સેન્સેક્સ અને નિફ્ટી ઉપરાંત બેન્ક નિફ્ટીમાં પણ 1600 અને મીડ કેપ નિફ્ટીમાં 1250 અંકનું ધોવાણ થઈ ગયું છે. તમામ મુખ્ય શેરમાં મોટા ગાબડા પડ્યા છે. એકંદરે ભારતના શેરમાં 3 થી 15 ટકાના ગાબડા પડ્યા છે.
ટ્રમ્પની જાહેરાતના પગલે સોના ચાંદી માર્કેટમાં પણ મોટા કડાકા ભૂલી ગયા છે સોનાના ભાવમાં 2200 રૂૂપિયા અને ચાંદીના ભાવમાં 7000 રૂૂપિયાનો કડાકો જોવા મળ્યો છે. વાયદા બજારમાં સોનાનો ભાવ 1,42,800 રૂૂપિયા જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવ 2,23,320 ના જોવા મળી રહ્યો છે.
તો બીજી તરફ ટ્રમ્પની જાહેરાત ઉપરાંત ગત મોડી રાત્રે બંને દેશ વચ્ચે થયેલા હુમલાને કારણે ક્રૂડ ભડકે બળ્યું છે. હજુ ગઈકાલે સવારે ક્રૂડ નો ભાવ 70 ડોલર હતો તે આજે વધીને 79.10 ડોલર પર પહોંચી ગયો છે. જો યુદ્ધ આગળ વધશે તો ફરી એક વખત શેર બજારમાં સુનામી આવી શકે તેમ છે. ઉપરાંત ક્રૂડના ભાવ પણ 90 થી 100 ડોલર સુધી પહોંચી શકે છે.
