ગોંડલના દેરડીમાં જર્જરિત મકાન ધરાશાયી, ત્રણ ગાયના મોત

  ગોંડલના દેરડી (કુંભાજી) ગામે એક જર્જરિત મકાન ધરાશાયી થયું છે. આ દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી ત્રણ ગાયોના કરુણ મોત થયા છે. પ્રાથમિક માહિતી…

 

ગોંડલના દેરડી (કુંભાજી) ગામે એક જર્જરિત મકાન ધરાશાયી થયું છે. આ દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી ત્રણ ગાયોના કરુણ મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ મકાન રમેશભાઈ નાગજીભાઈ ચૌહાણની માલિકીનું હતું અને લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું. મકાનનો ભારેખમ સ્લેબ તૂટી પડતા અન્ય ત્રણ ગાયો પણ કાટમાળ અને લોખંડના સળિયા વચ્ચે ફસાઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી, લોખંડના સળિયા કાપીને કાટમાળ નીચે ફસાયેલી અન્ય ત્રણ ગાયોને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. આ દુર્ઘટનાને પગલે સમગ્ર દેરડી પંથકમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *