મૂળીના નાડધ્રીમાં ખાણખનીજ વિભાગનો દરોડો, 1.20 કરોડની ખનીજચોરી સાથે 3 પકડાયા

  સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના નાળધ્રી ગામની સીમમાંથી પોલીસે ₹1.20 કરોડની ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી પાડી છે. મૂળી પોલીસે દરોડો પાડીને બે ડમ્પર, એક હિટાચી…

 

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના નાળધ્રી ગામની સીમમાંથી પોલીસે ₹1.20 કરોડની ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી પાડી છે. મૂળી પોલીસે દરોડો પાડીને બે ડમ્પર, એક હિટાચી મશીન અને એક પાટલો ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં ત્રણ ઇસમોની પણ અટકાયત કરવામાં આવી હતી.

પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે નાળધ્રી ગામની સીમમાં કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે સફેદ માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગેરકાયદેસર ખનન કરતા ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી રજિસ્ટ્રેશન નંબર ૠઉં-36-ટ-3091 ધરાવતું એક ડમ્પર, એક નંબર વગરનું ડમ્પર, એક હિટાચી મશીન અને હિટાચી મશીનને લાવવા-લઈ જવા માટેનો એક પાટલો ટ્રક જપ્ત કર્યો હતો. ગેરકાયદેસર ખનીજ (સફેદ માટી) સહિત કુલ ₹1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા ત્રણેય ઇસમો અને જપ્ત કરાયેલો મુદ્દામાલ આગળની કાયદેસરની કાર્યવાહી માટે સુરેન્દ્રનગરના ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *