શારજાહથી કરાચી જઇ રહેલું પાકિસ્તાની કાર્ગો વિમાન ગુમ

પાંચ ક્રૂ મેમ્બરો સવાર, મઘરાતે સંપર્ક તૂટ્યો સંયુક્ત આરબ અમીરાતના શારજાહથી પાકિસ્તાનના કરાચી જઈ રહેલું એક પાકિસ્તાની કાર્ગો વિમાન મંગળવારે રાત્રે અચાનક ગુમ થઈ ગયું…

પાંચ ક્રૂ મેમ્બરો સવાર, મઘરાતે સંપર્ક તૂટ્યો

સંયુક્ત આરબ અમીરાતના શારજાહથી પાકિસ્તાનના કરાચી જઈ રહેલું એક પાકિસ્તાની કાર્ગો વિમાન મંગળવારે રાત્રે અચાનક ગુમ થઈ ગયું હતું. વિમાનમાં ક્રૂના પાંચ સભ્યો સવાર હતા. વિમાનનો રડાર અને એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયા બાદ પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી દ્વારા મોટા પાયે શોધ અને બચાવ કામગીરી શરૂૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, કે-2 એરવેઝનું બોઇંગ 737 કાર્ગો વિમાન મંગળવારે રાત્રે લગભગ 9:18 વાગ્યે ઉડાન દરમિયાન નેવિગેશન સિસ્ટમમાં ટેક્નિકલ ખામી અંગે જાણ કરી હતી. ત્યારબાદ કરાચી એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા પાઇલટને જરૂૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાત્રે લગભગ 9:22 વાગ્યે વિમાન રડાર પર ઝડપથી નીચે ઉતરતું જોવા મળ્યું હતું.

આ દરમિયાન વિમાને અચાનક પોતાની દિશામાં પણ ફેરફાર કર્યો હતો. થોડા સમય બાદ કરાચીથી આશરે 155 નોટિકલ માઇલ પશ્ચિમ તરફ વિમાનનો રડાર સિગ્નલ અને સંચાર સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો હતો.
ઘટના બાદ તરત જ રેસ્ક્યૂ કોઓર્ડિનેશન સેન્ટરને સક્રિય કરવામાં આવ્યું હતું. સરકારી વિભાગો અને વિવિધ સુરક્ષા એજન્સીઓની મદદથી અરબી સમુદ્રમાં વિમાનની શોધ માટે અભિયાન શરૂૂ કરવામાં આવ્યું છે. બચાવ ટીમો દ્વારા સંભવિત વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે.

ટ્રેકિંગ ડેટા મુજબ, વિમાનમાંથી મળેલો છેલ્લો સંકેત સમુદ્ર સપાટીથી લગભગ 1,100 ફૂટ એટલે કે 335 મીટરની ઊંચાઈનો હતો. તે સમયે વિમાન લગભગ પ્રતિ મિનિટ 22,400 ફૂટની ઝડપે નીચે ઉતરી રહ્યું હતું. ઉડ્ડયન નિષ્ણાતો આ પ્રકારની ગતિને અસામાન્ય અને ગંભીર સ્થિતિ તરીકે ગણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *