આર્જેન્ટિનાએ ઇજિપ્તને 3-2 થી હરાવીને ફીફા વર્લ્ડ કપ 2026ના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આર્જેન્ટિનાએ અંતિમ મિનિટોમાં મેચનું પાસું ફેરવી દીધું. લિયોનેલ મેસ્સી અને અન્ય આર્જેન્ટિનાના ખેલાડીઓએ અંતિમ મિનિટોમાં શાનદાર પ્રદર્શન કર્યું. મોહમ્મદ સલાહની ઇજિપ્તની ટીમે એક સમયે આર્જેન્ટિનાના ચાહકોના શ્વાસ થંભાવી દીધા હતા પરંતુ તેઓ અંતિમ-8માં પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતા.
મેચનો પહેલો ગોલ ઇજિપ્ત તરફથી આવ્યો જ્યારે યાસિર ઇબ્રાહિમે 15મી મિનિટમાં તેની ટીમને 1-0 ની લીડ અપાવી. મુસ્તફા ઝિકોએ 67મી મિનિટમાં બીજો ગોલ કરીને ઇજિપ્તને 2-0 ની લીડ અપાવી હતી. 78મી મિનિટ સુધીમાં ઇજિપ્ત 2-0 થી આગળ હતું. વર્લ્ડ કપ જેવી હાઈ-પ્રેશર મેચમાં ગોલ કરવા ખૂબ જ મુશ્કેલ હોય છે પરંતુ ક્રિશ્ચિયન રોમેરોએ 79મી મિનિટે ગોલ કરીને આર્જેન્ટિનાની આશાઓ ફરી જીવંત કરી હતી.
ચાર મિનિટ પછી લિયોનેલ મેસીએ વર્લ્ડ કપમાં પોતાનો 21મો ગોલ કર્યો. જોકે, મેસ્સીએ તે જ મેચની 19મી મિનિટે પેનલ્ટી ચૂકી ગયો. તે સમયે વાતાવરણ એવું હતું કે આખું સ્ટેડિયમ સ્તબ્ધ થઈ ગયું. મેચ પૂર્ણ સમય સુધી 2-2થી બરાબર રહી. વધારાના સમય પછી એન્ઝો ફર્નાન્ડીઝે 93મી મિનિટે આર્જેન્ટિનાનો ત્રીજો અને નિર્ણાયક ગોલ કર્યો. આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપ 2026માં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે રમવા ઉતર્યું હતું. મેસ્સીની ટીમ હવે તેના સતત બીજા ટાઇટલથી માત્ર ચાર જીત દૂર છે.
આર્જેન્ટિના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી સાતમી ટીમ બની છે. અગાઉ, ફ્રાન્સ, મોરક્કો, સ્પેન, બેલ્જિયમ, ઇંગ્લેન્ડ અને નોર્વે પહેલાથી જ રાઉન્ડ ઓફ 8 માં પોતાનું સ્થાન સુરક્ષિત કરી ચૂક્યા છે. આર્જેન્ટિના હવે ક્વાર્ટર ફાઇનલમાં સ્વિટ્ઝર્લેન્ડ અને કોલંબિયા વચ્ચેના રાઉન્ડ ઓફ 16 મેચના વિજેતા સામે ટકરાશે.
