પરિવાર અલગ રહેવા ચાલ્યો જતો ન્યારી ડેમના ચોકીદારે મકાનના હપ્તાની ચિંતામાં હાથની નસ કાપી

શહેરમાં કાલાવડ રોડ પર સોનલપાર્કમાં રહેતા અને ન્યારી ડેમ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા આધેડે પરિવાર અલગ રહેવા ચાલ્યો જતા મકાનના હપ્તાની ચિંતામાં કાલાવડ…

શહેરમાં કાલાવડ રોડ પર સોનલપાર્કમાં રહેતા અને ન્યારી ડેમ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા આધેડે પરિવાર અલગ રહેવા ચાલ્યો જતા મકાનના હપ્તાની ચિંતામાં કાલાવડ રોડ પર પોતાના હાથમાં બ્લેડ વડે કાપા મારી લીધા હતા. આધેડને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલા સોનલપાર્કમાં રહેતા ઘનશ્યામભાઇ દલપતભાઇ નિમાવત નામના 58 વર્ષના આધેડ ગઇ કાલે બોપરના સમયે કાલાવડ રોડ પર હતા. ત્યારે પોતાની જાતે હાથમાં બ્લેડ વડે કાપા મારી લીધા હતા.

આધેડને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં ઘનશ્યામભાઇ નિમાવત મુળ બોટાદના સાળંગપુર ગામના વતની છે અને ન્યારી ડેમ ખાતે સિક્યુરિટીમાં કાયમી કર્મચારી તરીકે ફરજ બજાવે છે. ઘનશ્યાભાઇ નિમાવતે રૂપિયા 40 લાખનું મકાન લીધુ છે. જેનો મહિને 25 હજાર હપ્તો આવે છે.

મકાન ખરીદ કર્યા બાદ પત્ની ભાવનાબેન, પુત્ર કિશન અને દેવિન અલગ રહેવા જતા રહ્યા હતા. જેથી મકાનના હપ્તાની ચિંતામાં હાથમાં બ્લેડના કાપા મારી લીધા હોવાનુ ઘનશ્યામ નિમાવતે જણાવ્યુ હતું. આ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *