ઓળી જોળી પીપળ પાન, લોકમેળાનું શું રાખશો નામ? નગરજનોને આહવાન

રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સના મેદાનમાં આગામી તા. 02થી 06 સપ્ટેમ્બર, 2026 દરમિયાન પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળાને આકર્ષક શીર્ષક આપવાની…

રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સના મેદાનમાં આગામી તા. 02થી 06 સપ્ટેમ્બર, 2026 દરમિયાન પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળાને આકર્ષક શીર્ષક આપવાની પ્રથાને અનુસરતા આ વર્ષે પણ નગરજનો પાસેથી લોકમેળાનાં નામકરણ માટે આકર્ષક શીર્ષકો મંગાવવામાં આવે છે.

નગરજનોએ રાજકોટના લોકમેળા માટે તેમનું સૂચિત શીર્ષક તા. 22 જુલાઈના રાત્રે 23.59 કલાક સુધી ગૂગલ ફોર્મ લિંક – https://forms.gle/baqQAMDrrHhsN2p6A અથવા આપેલ ક્યુઆર કોડ સ્કેન કરીને વિગતો ભરીને આપવાનું રહેશે. આ લિંક પ્રાદેશિક માહિતી કચેરી -રાજકોટનાં અધિકૃત ફેસબુક પેજInfo Rajkot GoG, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ $ inforajkotgog અને એક્સ એકાઉન્ટ Info Rajkot GoG પરથી પણ મેળવી શકાશે. શીર્ષક ટૂંકું, આકર્ષક, શિષ્ટ, મનોગમ્ય તથા સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ, રહેણી-કરણી, લોકજીવનને અનુરૂૂપ હોવું જોઇએ. દરેક સ્પર્ધક એક જ શીર્ષક સૂચવી શકશે.

ગુગલ ફોર્મમાં લોકમેળાના ફક્ત એક શીર્ષક સાથે પોતાનું નામ, પૂરું સરનામું, મોબાઈલ નંબર ખાસ લખવાના રહેશે. તા. 22 જુલાઈની સમય મર્યાદા બાદ આવેલા નામો પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે નહીં. પ્રાપ્ત થયેલી એન્ટ્રીઓમાંથી લોકમેળા સમિતિ દ્વારા આખરી શીર્ષક પસંદ કરવામાં આવશે. લોકમેળાના નામની પસંદગી બાબતે લોકમેળા સમિતિનો નિર્ણય આખરી ગણાશે. મેળાનાં નામ તરીકે પસંદગી પામેલ શીર્ષક આપનાર વિજેતા સ્પર્ધકને યોગ્ય પુરસ્કારથી નવાજવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *