સાણંદ જમીન વિવાદમાં DYSPનું વકીલને કેસ નહીં લડવા દબાણ

મહીલા DYSP નિલમ ગોસ્વામીએ લોકગાયક દેવાયત ખવડ મારફતે એડવોકેટને કેસમાંથી હટી જવા પ્રેશર કર્યાનું હાઇકોર્ટમાં એફીડેવીટ 2025માં અમદાવાદના સાણંદ જમીન વિવાદ મામલે આરોપીઓને પોલીસ સ્ટેશનમાં…

મહીલા DYSP નિલમ ગોસ્વામીએ લોકગાયક દેવાયત ખવડ મારફતે એડવોકેટને કેસમાંથી હટી જવા પ્રેશર કર્યાનું હાઇકોર્ટમાં એફીડેવીટ

2025માં અમદાવાદના સાણંદ જમીન વિવાદ મામલે આરોપીઓને પોલીસ સ્ટેશનમાં માર મારવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે, જેમાં આરોપીઓના વકીલને DYSP કેસમાંથી હટી જવા દબાણ કરતા હોવાથી હાઈકોર્ટમા વકીલ આનંદ યાજ્ઞિકે એફિડેવિટ ફાઈલ કર્યું છે. જેમાં DYSP નીલમ ગોસ્વામીએ પો
વકીલે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ કેસમાંથી હટી જવા માટે DYSP તરફથી સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. અને DYSP નીલમ ગોસ્વામી ઉપર ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના નેતાઓનો હાથ છે. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી અને જાણીતા કલાકારનું નામ આ વિવાદમાં જોડાતાં કાનૂની અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.

પોલીસ સ્ટેશનમાં માર માર્યાના આક્ષેપ સાથે અલ્પેશ ઠાકોર, મહેશજી ઠાકોર અને રવિ ઠાકોરે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યના ગૃહ વિભાગ, DGP, IG અને અમદાવાદ ગ્રામ્ય SPને પક્ષકાર બનાવીને તેમની ઉપર પોલીસે અત્યાચાર આચર્યો હોવાની ફરિયાદ સાથે જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં ભરવાની માગ સાથે હાઇકોર્ટમાં એડવોકેટ આનંદ યાજ્ઞિક મારફતે અરજી દાખલ કરી હતી. જે સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ ગ્રામ્ય જઙને એફિડેવિટ ફાઇલ કરવા હુકમ કર્યો હતો.

17 જુનની મુદતમાં અરજદારના વકીલ આનંદ યાજ્ઞિક કોર્ટ સમક્ષ ઉપસ્થિત થયા હતા. જેઓએ જણાવ્યું હતું કે, અસીલની સૂચના મુજબ તેઓ આ કેસમાંથી હટી રહ્યા છે. વળી પોલીસ અધિકારીઓ વકીલ યાજ્ઞિકને ફોન કરીને આ કેસ નહીં લડવા જણાવી રહ્યા છે. અસીલ દ્વારા રોકાયેલા બીજા વકીલે કોર્ટ સમક્ષ આ કેસ પરત ખેંચવા રજૂઆત કરી હતી.

DYSP નીલમે દેવાયત ખવડ થ્રૂ વકીલને ફોન કરાવ્યો, કહ્યું- આ કેસમાંથી હટી જાજો જો કે વકીલ આનંદ યાજ્ઞિકે આ સંબંધે વિગતવાર એફિડેવિટ ફાઇલ કરવા કોર્ટની મંજૂરી માંગી હતી. આનંદ યાજ્ઞિકે એફિડેવિટ ફાઇલ કરી દીધી છે અને આ મુદ્દે 30 જુલાઈએ વધુ સુનવણી યોજાશે. આનંદ યાજ્ઞિકે પોતાની એફિડેવિટમાં જણાવ્યું છે કે, DYSP નીલમ ગોસ્વામીએ કહેવાતા ભાઈ લોકગાયક દેવાયત ખવડ મારફતે તેમની ઉપર કેસમાંથી ખસી જવા માટે દબાણ કર્યું હતું.

DYSP નીલમ ગોસ્વામી ઉપર ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના નેતાઓનો હાથ છે. દેવાયત ખવડ ઉપરાંત પ્રવિણદાન ગઢવીએ પણ તેમને વોટ્સએપ ફોન કર્યો હતો. દેવાયત ખવડ સામે ચાંગોદર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં DYSP નીલમ ગોસ્વામીએ જ તપાસ હાથ ધરી હતી. ન્યાયિક પ્રક્રિયામાં દખલ કરવા બદલ DYSP ઉપર ક્ધટેમ્પટ ઓફ કોર્ટની કાર્યવાહી હાથ ધરાવી જોઈએ. સાણંદ પોલીસ સ્ટેશનમાં માર મારવાની ઘટનામાં મેજિસ્ટ્રેટને ફરિયાદ કરવામાં આવી હતી.

જેમાં ડોક્ટરના રિપોર્ટ બાદ DYSP અને બે પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવા પ્રોસેસ પણ હાથ ધરવામાં આવી હતી. માર મારવામાં DYSP નીલમ ગોસ્વામી, સાણંદ GIDCના PSI અને અન્ય એક પોલીસ કર્મચારીનો સમાવેશ થાય છે. વળી ત્રીજા આરોપીને માર મારતા પોલીસ મથકમાં 108 બોલાવીને તેને દવાખાને લઈ જવો પડ્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. હવે આરોપીઓ પૈકી એક બુટલેગર છે, જેથી કેસ પાછો નહીં ખેંચે તો પોલીસ દ્વારા PASA જેવી અને લેન્ડ ગ્રેબિંગ જેવું કાર્યવાહી કરી હેરાન કરવાની ધમકી અપાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *