રાજ્યના 14 ડેમ 70થી 100 ટકા ભરાયા, 5 ડેમ હાઇએલર્ટ પર

નર્મદા ડેમની સપાટી 64.23% એ પહોંચી, 6 સ્ટેંટ હાઇવે સહિત 95 રસ્તાઓ બંધ રાજ્યમાં 17.26% વરસાદ સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 23.33, કચ્છ હજૂ કોરૂધાકડ ચાલુ વર્ષમાં…

નર્મદા ડેમની સપાટી 64.23% એ પહોંચી, 6 સ્ટેંટ હાઇવે સહિત 95 રસ્તાઓ બંધ

રાજ્યમાં 17.26% વરસાદ સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 23.33, કચ્છ હજૂ કોરૂધાકડ

ચાલુ વર્ષમાં સૌરાષ્ટ્ર-ગુજરાતની વાત કરીએ તો કુલ 17.26% વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં 23.33% વરસાદ પડ્યો છે. સાઉથ ગુજરાતમાં 20.83%, ઇસ્ટ-સેન્ટ્રલ ગુજરાતમાં 12.35 નોર્થ ગુજરાતમાં 10.42% વરસાદ પડ્યો છે. જયારે કચ્છમાં હજૂ વરસાદનું આગમન થયુ જ નથી. કચ્છમાં માત્ર 0.42% વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 32 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. ત્યારે 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જયારે કુલ 8 તાલુકામાં વરસાદ નોંધાયો નથી. ગુજરાતમાં કુલ 18 તાલુકા એવા છે કે, જયા 500 મીમીથી 1000મીમી વરસાદ વરસી ચૂકયો છે. જયારે 31 તાલુકા એવા છે. જયા 251 મીમીથી 500 મીમી વરસાદ નોંધાયો છે. ગુજરાતના 18 તાલુકામાં 500થી 1000 મીમી વરસાદ નોંધાયો છે.

વરસાદને કારણે રાજ્યના ડેમોમાં પણ પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ હાલ તેની કુલ ક્ષમતાના 64.23 ટકા સુધી ભરાઈ ગયો છે અને તેમાં સતત પાણીની આવક થઈ રહી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં પણ પાણીનો સંગ્રહ વધ્યો છે, જેમાંથી 14 ડેમ 70 થી 100 ટકા સુધી ભરાઈ ચૂક્યા છે. અમરેલી જિલ્લાના ધાતરવડી, સુરજવાડી, રાયડી અને ધાતરવડી-2 તેમજ સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ સહિત કુલ 5 ડેમ હાઈએલર્ટ પર છે. જ્યારે 3 ડેમ એલર્ટ અને 9 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે 6 જુલાઈથી 9 જુલાઈ સુધી દરિયાકાંઠાના માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપી છે અને લોકોને પણ જરૂૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે.ભારે વરસાદની અસર રાજ્યની માળખાકીય સુવિધાઓ પર પણ જોવા મળી છે.

માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 6 સ્ટેટ હાઈવે, 76 પંચાયત રસ્તા અને અન્ય 10 રસ્તાઓ સહિત કુલ 95 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. બીજી તરફ GUVNLના અહેવાલ મુજબ વીજપોલ અને ટ્રાન્સફોર્મરને નુકસાન થતાં 2,457 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જોકે તંત્રએ ઝડપી કામગીરી કરીને 2336 ગામોમાં વીજ પુરવઠો ફરી શરૂૂ કરી દીધો છે. જ્યારે બાકીના 121 ગામોમાં પુન:સ્થાપનનું કામ ચાલુ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે સંબંધિત વિભાગોને સતત સજ્જ રાખવામાં આવ્યા છે.

શેત્રુંજી ડેમની સપાટી 31 ફૂટ 11 ઈંચે રાત સુધીમાં છલકાવાની સંભાવના
ઉપરવાસના વરસાદની કારણે ભાવનગર જિલ્લા ના પાલીતાણામાં આવેલ સૌરાષ્ટ્રનો સૌથી શેત્રુંજી ડેમમાં પાણીની જોરદાર આવક ચાલુ છે. આજે સવારે 10:00 વાગે શેત્રુંજી ન સપાટી વધીને 31 ફૂટ 11 ઇંચે પહોંચી ગઈ છે. હજુ પણ આવક ચાલુ હોય રાત સુધીમાં શેત્રુંજી ડેમ છલકાય તેવી સંભાવના છે. ભાવનગરના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. શેત્રુંજી ડેમ છલક સપાટી નજીક પહોંચતા ભાવનગર વાસીઓમાં આનંદની લાગણી ફેલાય છે.

765 વીજ થાંભલાને નુકસાન, 60 ગામો અસરગ્રસ્ત
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ જાહેર કરેલા અધિકૃત રિપોર્ટ અનુસાર, વિવિધ સર્કલોમાં વીજ થાંભલાઓને ભારે નુકસાન થયું છે. આને કારણે અનેક ફીડર્સ બંધ થઈ ગયા છે અને કુલ 60 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. રિપોર્ટ મુજબ કુલ 765 વીજ થાંભલાને નુકસાન થયું છે. સૌથી વધુ અસર પોરબંદર સર્કલમાં જોવા મળી છે, જ્યાં 365 પોલ્સને નુકસાન થયું છે. અમરેલી સર્કલમાં 222 પોલ્સ, જુનાગઢ સર્કલમાં 98 પોલ્સ, સુરેન્દ્રનગરમાં 33 પોલ્સ, બોટાદમાં 26 પોલ્સ અને ભાવનગરમાં 11 પોલ્સને નુકસાન નોંધાયું છે. રાજકોટ રૂૂરલમાં પણ 10 પોલ્સ અસરગ્રસ્ત થયા છે. ફીડર્સની સ્થિતિ અંગે જણાવ્યા અનુસાર, 323 એજી (ખેતીવાડી) ફીડર્સ પેન્ડિંગ છે. આ ઉપરાંત 13 ઉંૠઢ ફીડર્સ, 2 અર્બન ફીડર્સ, 1 ઇંઝ ફીડર અને 5 ૠઈંઉઈ/ઔદ્યોગિક ફીડર્સ અસરગ્રસ્ત થયા છે. કુલ 38 ઝઈ પણ અસરગ્રસ્ત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *