ચોટીલાના પીપરાળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાળા, 12 ગામના લોકોના સારવાર માટે વલખા

ચોટીલા તાલુકાના પીપરાળી ગામ ખાતે આવેલું આયુષ્માન આરોગ્ય મંદિર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હાલ ભગવાન ભરોસે ચાલી રહ્યું છે. આ આરોગ્ય કેન્દ્ર આસપાસના 10 થી…

ચોટીલા તાલુકાના પીપરાળી ગામ ખાતે આવેલું આયુષ્માન આરોગ્ય મંદિર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હાલ ભગવાન ભરોસે ચાલી રહ્યું છે. આ આરોગ્ય કેન્દ્ર આસપાસના 10 થી 12 ગામડાઓ માટે આરોગ્યની મુખ્ય કડી સમાન છે, પરંતુ અહીંની સ્થિતિ અત્યંત ગંભીર જોવા મળી છે.

સ્થાનિક મીડિયાના સર્વે દરમિયાન આ દવાખાનાના દરવાજાને બપોરના સમયે પણ તાળા મારેલા જોવા મળ્યા હતા. અહીં કોઈ ડોક્ટર, નર્સ કે અન્ય કોઈ પણ સ્ટાફ હાજર ન હતો. પશુપાલન અને ખેતીકામ પર નિર્ભર ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો જ્યારે સારવાર માટે અહીં પહોંચે છે, ત્યારે તેમને તાળા જોઈ નિરાશા સાથે પરત ફરવું પડે છે. પરિણામે, સ્થાનિક લોકોને સારવાર માટે ચોટીલા, સાયલા કે રાજકોટ સુધી લાંબુ થવું પડે છે.

ગામલોકોના જણાવ્યા અનુસાર, સ્ટાફ પોતાની મરજી મુજબ આવે છે અને ગમે ત્યારે જતા રહે છે. ‘આરોગ્યમ પરમ ધનમ’ના સૂત્ર સાથે ચાલતા આ કેન્દ્રની હાલત કફોડી છે. ગ્રામજનોએ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગને તાત્કાલિક અસરથી આ મામલે તપાસ કરી, જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી કરવા અને નિયમિત ડોક્ટર તથા સ્ટાફની નિમણૂક કરવા માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *