સાવરકુંડલા અને ખાંભા તાલુકામાં અતિશય વરસાદના કારણે સાવરકુંડલા તાલુકાના ગિણીયા ગામે રસોઈ બનાવતી મહિલા પર દીવાલ પડતા ગંભીર રીતે ઘાયલ થયેલ મહિલાને સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવતા તેનું મૃત્યુ થયું હતું. સાવરકુંડલા તાલુકાના ગીણીયા ગામે રહેતા જીણાભાઈ કાળાભાઈ માંગુંડા ના મકાનના ફરજાની દીવાલ પડતા મંગુબેન ચકુરભાઈ માંગુંડા ( ઉ.વ.29) ને ગંભીર રીતે ઈજા થઈ હતી. તેમજ સારવાર માટે ખાંભા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવેલ જ્યા સારવાર દરમ્યાન મંગુબેન ચકુરભાઈ માંગુડા નું મૃત્યુ થયું હતું. મૃતક મંગુબેનને ખાંભા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવેલ હતું. ગીણીયા ગામમાં ભારે વરસાદથી મહિલાનું અવસાન થતા સમગ્ર ગામમાં શોક પ્રસર્યો હતો. દિવાલ પડી ત્યારે મહિલા રસોઈ કરી હતી.
ભારે વરસાદથી સાવરકુંડલાના ગીણીયામાં દિવાલ ધરાશાયી થતા પરિણીતાનું મોત
સાવરકુંડલા અને ખાંભા તાલુકામાં અતિશય વરસાદના કારણે સાવરકુંડલા તાલુકાના ગિણીયા ગામે રસોઈ બનાવતી મહિલા પર દીવાલ પડતા ગંભીર રીતે ઘાયલ થયેલ મહિલાને સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં…
