યુનિ.રોડ પર એક લાખની ઉઘરાણીમાં કારમાં તોડ ફોડ કરી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા યુનિવર્સિટી રોડ પર એક ગંભીર બનાવ સામે આવ્યો છે. અહીંના જલારામ-2 અમીધારા એપાર્ટમેન્ટમાં રહેતા સત્યજીતસિંહ કીર્તીસિંહ ખેરડીયા(ઉ.37) નામના યુવકને નિશાન બનાવીને…

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા યુનિવર્સિટી રોડ પર એક ગંભીર બનાવ સામે આવ્યો છે. અહીંના જલારામ-2 અમીધારા એપાર્ટમેન્ટમાં રહેતા સત્યજીતસિંહ કીર્તીસિંહ ખેરડીયા(ઉ.37) નામના યુવકને નિશાન બનાવીને ત્રણ ઈસમો દ્વારા તેમની કારમાં તોડફોડ કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

આ બનાવના મૂળમાં પૈસાની લેતી-દેતીનો વિવાદ હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી સત્યજીતસિંહ ખેરડીયા પાસેથી શક્તી કોળી અને રાજદીપ કાઠી નામના વ્યક્તિઓ 1,00,000 રૂૂપિયાની માંગણી કરી રહ્યા હતા. ફરિયાદીનું કહેવું છે કે તેમણે આ પૈસા અગાઉ જ ટુકડે-ટુકડે પરત કરી દીધા હતા, જેથી હવે કોઈ રકમ ચૂકવવાની બાકી રહેતી નથી. આ બાબતે આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી અને ફરિયાદીએ વધુ પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આરોપીઓએ આ અસ્વીકારથી ઉશ્કેરાઈ જઈને ફરિયાદીના એપાર્ટમેન્ટ પર આવીને ભારે હંગામો મચાવ્યો હતો. શક્તી કોળી, રાજદીપ કાઠી અને એક અજાણ્યા ઈસમે ફરિયાદીને ગાળો ભાંડવાની શરૂૂઆત કરી હતી.

ત્યારબાદ, શક્તી કોળીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઉપરાંત, આ ત્રણેય આરોપીઓએ પાર્કિંગમાં પાર્ક કરેલી ફરિયાદીના પિતાના નામે રજીસ્ટર્ડ હોન્ડા અમેઝ કારમાં તોડફોડ કરીને તેના આગળ-પાછળના કાચ તોડી નાખ્યા હતા. આ તોડફોડમાં ફરિયાદીને અંદાજે 40,000 થી 50,000 રૂૂપિયાનું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.ગાંધીગ્રામ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે બી.એન.એસ.ની કલમ 352, 351(3), 324(4) અને 54 હેઠળ ગુનો દાખલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *