રાજકોટના યુવાનને એકના ચાર ગણાની લાલચ આપી દોઢ લાખ પડાવનાર બે શખ્સો પકડાયા

અંજારમાં રાજકોટના યુવાનને બોલાવી 1,50,000ના છ લાખ આપવાનું કહી છેતરપિંડી કરનાર ઠગબાજ ટેળકીના બે શખ્સને પોલીસે દબોચી લીધા હતા. આ શખ્સો પાસેથી રૂૂા. 3,20,000નો મુદ્દામાલ…

અંજારમાં રાજકોટના યુવાનને બોલાવી 1,50,000ના છ લાખ આપવાનું કહી છેતરપિંડી કરનાર ઠગબાજ ટેળકીના બે શખ્સને પોલીસે દબોચી લીધા હતા. આ શખ્સો પાસેથી રૂૂા. 3,20,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. રાજકોટમાં રહેતા મૂળ અમરેલીના પાર્થ જયસુખ કારેલિયા નામના યુવાનને ફેસબુક બાદમાં વ્હોટસએપ મારફતે પ્રતીક પટેલ નામ ધારણ કરનારા શખ્સે અંજાર બોલાવ્યો હતો અને રૂૂા. 1,50,000ના બદલે રૂૂા. છ લાખ આપવાનું કહી આ શખ્સોએ દોઢ લાખ પડાવી લીધા બાદ નાસી ગયા હતા, જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને આ બનાવમાં પ્ર્રતીક પટેલ નામ ધારણ કરનારા અલી અબ્બાસ કાસમશા શેખ તથા મહમદ રઝાક ઇબ્રાહીમશા શેખ નામના શખ્સોને પકડી પાડયા હતા.

જ્યારે એક્ટિવા લઇને રેકી કરનારા અલી અકબર શેખ તથા ડમી સીમકાર્ડ આપનારા ગની શેખને પકડી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા આ બે શખ્સ પાસેથી રોકડ રૂૂા.1,50,000, બનાવમાં વપરાયેલી સ્વીફટ કાર, લેધર બેગ તથા બે મોબાઇલ એમ કુલ રૂૂા. 3,20,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અલીઅકબર નામનો શખ્સ સોશિયલ મીડિયામાં ખોટાં નામ ધારણ કરી લોકોનો સંપર્ક કરી તેમને વિશ્વાસમાં લઇ એકના ચારગણા આપવાની લાલચ આપી અને સાગરિતો સાથે મળી લલચાવી-ફોસલાવી અંજાર બોલાવી રૂૂપિયા પડાવી લેવાની ટેવવાળો હોવાનું પોલીસની યાદીમાં જણાવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *