ગુજરાત મિરર, જેતપુર તા.4: જેતપુર શહેરમા ગહી કાલે શુક્રવારે બે કલાકમા ધોધમાર ત્રણ ઈચં જેટલો વરસાદ પડતાં મુખ્ય માર્ગો પર નદીની જેમ પાણી વહયા. ધોધમાર વરસાદ વચ્ચે મામલતદાર કચેરી. તાલુકા પોલીસ સ્ટેશન. વચ્ચેની કમ્પાઉન્ડની સુરક્ષા દિવાલ ધરાશાયી થયેલી. સદ નસીબે કોઈ જાન હાની નહી. ધોધમાર વરસાદ પડવા થી શહેર ના અનેક વિસ્તારમાં ગોઠણડુબ પાણી ભરાઇ ગયા હતા.
જયારે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા વરસાદ પડયાના સમાચારો છે શુક્રવારે બપોરે બે વાગે અસહ્ય ગરમી અને બફારા વચ્ચે ધોધમાર વરસાદ તુટી પડતા ચાર વાગે સુધી મા આશરે ત્રણ ઈચં જેટલો ધોધમાર વરસાદ પડ્યો હતો જેનાથી શહેરના મુખ્ય માર્ગો પર નદીની જેમ પાણી વહયા હતા જયારે. ટાકુડીપરા. ફુલવાડી. લાદી રોડ. બસ સ્ટેન્ડ રોડ પર ગોઠણ સમા પાણી ભરાયા હતા જેનાથી અનેક વાહનો બંધ પડી જવાથી વાહન ચાલકો અટવાયા હતા જેતપુર શહેરમા મૌસમનો પ્રથમ વરસાદ ધોધમાર વરસાદ પડવાથી ખેડૂતો અને લોકોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
