દારૂના નેટવર્ક ઉપર પ્રહાર; ફિરોઝ આણી મંડળીના 20 સામે ગુજ્સીટોક

એક દસકામાં દારૂ, ખૂની હુમલા, આર્મસ એકટ સહિતના આચરેલા 300થી વધુ ગુનાઓનો હિસાબ-કિતાબ કરતી પોલીસ ફિરોઝ સંધીના 9 સાગરિતોની ધરપકડ, હર્ષદ મહાજન, ધવલ સાવલિયા સહિતના…

એક દસકામાં દારૂ, ખૂની હુમલા, આર્મસ એકટ સહિતના આચરેલા 300થી વધુ ગુનાઓનો હિસાબ-કિતાબ કરતી પોલીસ

ફિરોઝ સંધીના 9 સાગરિતોની ધરપકડ, હર્ષદ મહાજન, ધવલ સાવલિયા સહિતના નામીચા બુટલેગરો ઉપર કાયદાનો સિકંજો

રાજકોટ શહેર અને સમગ્ર સૌરાષ્ટ્ર પંથકતેમજ ગુજરાતમાં છેલ્લા એક દસકાથી દારૂૂનું સંગઠિત નેટવર્ક ચલાવતા અને ગુનાખોરી આચરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પડકારતી કુખ્યાત ‘ફિરોઝ ઉર્ફે ફિરિયા સિન્ડિકેટ’ વિરુદ્ધ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચે મોટો પ્રહાર કયો છે. ફીરીયા ગેંગ સામે ક્રાઈમ બ્રાંચે કાયદાનું કડક શસ્ત્ર ઉગામ્યું છે. સંગઠિત ગુનાખોરી નાબૂદ કરવાના મક્કમ ઈરાદા સાથે ક્રાઈમ બ્રાંચે આ ગેંગના મુખ્ય સૂત્રધાર ફિરોઝ મેણું સહિત કુલ 20 સાગરીતો વિરુદ્ધ ‘ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એકટ-2015’ (ગુજસીટોક) અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઐતિહાસિક કાર્યવાહીથી સમગ્ર ગુજરાતના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક દ્વારા રાજકોટ શહેર અને સમગ્ર સૌરાષ્ટ્ર પંથકતેમજ ગુજરાતમાં છેલ્લા એક દસકાથી દારૂૂનું સંગઠિત નેટવર્ક ચલાવતા કુખ્યાત બુટલેગર ‘ફિરોઝ ઉર્ફે ફિરિયા સિન્ડિકેટ’ નામના આ સંગઠિત ગુનાહિત જૂથના સાગરીતો સામાન્ય જનતા સાથે મારામારી કરવી, હત્યાનો પ્રયાસ , કાયદા વિરુદ્ધની મંડળી રચી જીવલેણ હુમલા કરવા તેમજ અન્ય રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂૂની આયાત કરી હેરાફેરી કરવા જેવા ગંભીર ગુનાઓ આચરતા હતા.

ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને એસીપી (ક્રાઇમ) ભરત બી. બસીયાના સીધા માર્ગદર્શન હેઠળ ડી.સી.બી પોલીસ સ્ટેશનના પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી. એચ. જાદવ તથા પીએસઆઈ સી. બી. જાડેજા સહિતની ટીમે અતિ ગુપ્ત રાહે ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે આ ગેંગનો સંપૂર્ણ ગુનાહિત ઇતિહાસ મેળવી, તેમની કડીઓ ક્યાં ક્યાં જોડાયેલી છે તેની સચોટ માહિતી એકત્ર કરી હતી. છેલ્લા એક દસકામાં માં 342 ગંભીર ગુનાઓ આચનાર ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, કોઠારીયા રોડ પર રહેતો મુખ્ય સૂત્રધાર ફિરોજ ઉર્ફે ફિરીયો હાસમભાઇ મેણુ તથા તેનો સાથીદાર હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયા (રહે. દેવપરા, રાજકોટ) એ પોતાના અંગત આર્થિક ફાયદા સારૂૂ આ સંગઠિત ગુનાહિત ટોળકી બનાવી હતી. આ ગેંગે વર્ષ 2017 થી વર્ષ 2026 દરમિયાન રાજકોટ શહેર ઉપરાંત ભાવનગર, અમરેલી, જૂનાગઢ, અમદાવાદ ગ્રામ્ય, વલસાડ, વડોદરા ગ્રામ્ય, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી અને જામનગર જેવા અનેક જિલ્લાઓમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ સપ્લાય કર્યો હતો. આ ગેંગના તમામ સાગરીતો સાથે મળી અને સ્વતંત્ર રીતે ગુના આચરતા હતા અને ગુનાખોરી જ તેમની આજીવિકાનું મુખ્ય સાધન બની ગઈ હતી. છેલ્લા 10 વર્ષમાં આ ટોળકી વિરુદ્ધ કુલ 342 જેટલા ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

રાજકોટ ક્રાઈમ બ્રાંચે અલગ-અલગ ટીમો બનાવીને આ સિન્ડિકેટના 9 સગ્રતોને ઝડપી લીધા છે. જેમાં ચંદ્રેશ ઉર્ફે કાળીયો જગદિશભાઇ ચાઉં (રાજકોટ), ધવલ ઉર્ફે શીવ બકુલભાઇ વડનગરા (રાજકોટ), યશપાલસિંહ ઘનુભા જાડેજા (મોરબી), મનોજ ઉર્ફે શિવો રમેશભાઇ પોબારૂૂ (રાજકોટ), મોહસીન ઉર્ફે ચિનલો દિલાવરભાઈ કુરેશી (રાજકોટ), જય ઉર્ફે જયસન રસીક ભાઇ સાવલીયા (રાજકોટ), મોહસીન મહમંદભાઇ ભાયા (જામનગર), બકુલ ઉર્ફે જગદીશ દિનેશભાઇ નંદેસણીયા (સુરેન્દ્રનગર), રાહુલ બોદાભાઇ વકાતર (રાજકોટ)ની ધરપકડ કરી હતી.

આ ઉપરાંત, આ ગેંગના અન્ય પાંચ મુખ્ય સાગરીતો હાલ અન્ય ગુનાઓ હેઠળ જુદી-જુદી જેલોમાં બંધ છે, જેમનો કબ્જો મેળવી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામાં આવશે જેમાં ગેંગનો લીડર ફિરોજ ઉર્ફે ફિરીયો હાસમભાઇ મેણુ જે હાલ રાજકોટ મધ્યસ્થ જેલમાં છે તેમજ ધવલ રસીકભાઇ સાવલીયા, ઇમરાન ઉર્ફે બોબડો ઉર્ફે ખલી હારૂૂનભાઇ કાલવા: (હાલ ડીસા સબ જેલ) , પ્રશાંત ઉર્ફે પાસો કિશોરભાઈ પરમાર: (હાલ પાસા હેઠળ વડોદરા મધ્યસ્થ જેલ), હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયા: (મુખ્ય સાથીદાર – હાલ નવસારી જિલ્લા જેલ)માં હોય તમામનો કબજો ક્રાઈમ બ્રાંચ મેળવશે તેમજ પકડવાના બાકી રહેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાંચ દ્વારા ખાસ ટીમની રચના કરવામાં આવી છે. આ કેસની આગળની વિશેષ તપાસ એસીપી (ક્રાઇમ)ભરત બસીયાના નિરીક્ષણ હેઠળ ચાલશે.

આ ઓપરેશનની સૌથી મોટી વિગત એ છે કે, આ તમામ આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા જે પણ ગેરકાયદેસર અસ્કયામતો અને મિલકતો વસાવી છે, તેને સરકાર હસ્તક ટાંચમાં લેવાની કાયદેસરની કડક પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂૂ કરવામાં આવશે. આ સમગ્ર પ્રશંસનીય ઓપરેશનમાં ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ સાથે પીએસઆઈ સી. બી. જાડેજા, વી.ડી. ડોડીયા, એ.એન. પરમાર, એસ. એમ. રાણા, ડી.પી.ઝાલા અને વી.ડી. રાવલીયા સહિતના સ્ટાફે રાત-દિવસ એક કરીને ગુજસીટોકની મજબૂત દરખાસ્ત તૈયાર કરવામાં સિંહફાળો આપ્યો છે.

ગુજરાતના મુખ્ય બુટલેગરો સામે ગુજ્સીટોકથી દારૂનું નેટવર્ક ઠપ્પ
સંગઠિત ગુનાખોરી અને ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી કરતા માફિયાઓ સામે ક્રાઈમ બ્રાંચે પ્રહાર કરી સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વિદેશી દારૂૂનું વિશાળ નેટવર્ક ચલાવતી કુખ્યાત ‘ફિરોઝ ઉર્ફે ફિરિયા સિન્ડિકેટ’ના 20 સભ્યો સામે ‘ગુજસીટોક’ કાયદા હેઠળ કડક ગુનો નોંધી ઐતિહાસિક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ ગેંગના મુખ્ય સૂત્રધારો સહિત 20 જેટલા સાગરીતો વિરૂૂદ્ધ કાયદાકીય શસ્ત્ર ઉગામાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસના સત્તાવાર અહેવાલ મુજબ, આ આયોજિત ટોળકી અન્ય રાજ્યોમાંથી મોટા પાયે વિદેશી દારૂૂની આયાત કરી રાજ્યમાં દારૂ સપ્લાયનું મોટું નેટવર્ક ચલાવતી હતી. છેલ્લા 10 વર્ષમાં આ સિન્ડિકેટ વિરૂૂદ્ધ 342 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા છે. ફિરોઝ ઉર્ફે ફિરિયા ગેંગના મુખ્ય આરોપીઓની ધરપકડ સાથે જ તેમની ગેરકાયદેસર રીતે વસાવેલી કરોડો રૂૂપિયાની મિલકતો પણ ટાંચમાં લેવાની તજવીજ શરૂૂ કરાઈ છે. ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમ ગુજરાતમાં ફિરોઝ ઉર્ફે ફિરિયા સિન્ડિકેટ’ના તમામ સાગ્રીતોની ધરપકડ માટે તજવીજ શરુ કરી છે. ત્યારે ગુજસીટોક હેઠળ પોલીસની કાર્યવાહી થી મોટાભાગના બુટલેગરો જેલભેગા થશે ક્રાઈમ બ્રાંચના પગલાંથી રાજ્યભરમાં ચાલતા મોટા બુટલેગરોના આંતરરાજ્ય નેટવર્ક સંપૂર્ણપણે ઠપ્પ થઈ જશે.

ક્રાઇમ બ્રાન્ચની 11 ગેંગ સામે ગુજ્સીટોક હેઠળ ઐતિહાસીક કામગીરી
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીકના સીધા માર્ગદર્શન ક્રાઇમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવાના એસીપી ક્રાઇમ ભરત.બી. બસીયા સાથે ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી. એચ. જાદવની ટીમે ગુજરાતના ઈતિહાસમાં અત્યારસુધીમાં કુલ 11 ગેગ સામે ઐતિહાસિક કામગીરી કરી છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા ગુજસીટોક હેઠળ કાયવાહી કરવામાં આવી છે. જેમાં પેંડા ગેંગના 19 આરોપી, મુર્ગા ગેંગના 21 આરોપી, બાટલી ગેંગના 14 આરોપી, ઓડિયા ગેંગના 10 આરોપી, ઇભલા ગેંગના 7 આરોપી,શામજી મકા ગેંગ 12 આરોપી, અલ્તાફ છ આંગળી ગેગના 7 સભ્યો ચડ્ડીબનિયાન ગેંગના 10,રમેશ રાણા ગેંગના 5, રામદેવ ડાંગર ગેંગના 5 અને ફીરીયા ગેંગના 20 સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. આગામી દિવસોમાં હજુ વધુ અન્ય કેટલીક ગેંગ ક્રાઇમ બ્રાંચના રડારમાં છે. આ ગેંગ સામે આવનાર સમયમાં ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા માટે ક્રાઇમ બ્રાંચે તખ્તો તૈયાર કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *