ઉપલેટામાં મેઘરાજાની એન્ટ્રી 3થી 4 ઇંચ વરસાદ ખાબક્યો

સીઝનના પહેલા વરસાદથી ખેતરો અને રસ્તાઓમાં પાણી પાણી ઉપલેટા ચાલુ વર્ષ ચોમાસાની શરૂૂઆત થઈ રહી છે ત્યારે છેલ્લા બે દિવસથી રાજકોટ જિલ્લાની આસપાસના તાલુકા તેમજ…

સીઝનના પહેલા વરસાદથી ખેતરો અને રસ્તાઓમાં પાણી પાણી

ઉપલેટા ચાલુ વર્ષ ચોમાસાની શરૂૂઆત થઈ રહી છે ત્યારે છેલ્લા બે દિવસથી રાજકોટ જિલ્લાની આસપાસના તાલુકા તેમજ ગામડા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક વરસાદ વરસી રહ્યો હતો એમની વચ્ચે છેલ્લા બે દિવસથી ઉપલેટામાં પણ વરસાદી વાતાવરણ વચ્ચે ક્યારેક ક્યારેક અમી છાંટણા નોંધાયા હતા બાદમાં આજે બપોરના 2 વાગ્યાથી કાયદેસર મોનસુન સીસ્ટમ એક્ટિવ થતા 2 થી 5 વાગ્યા સુધીમાં ત્રણથી ચાર ઇંચ જેવું પાણી ઉપલેટા શહેર પર વરસી પડ્યું હતું સીઝનનો પહેલો વરસાદ 3 થી 4 ઈંચ અને સારા વરસાદની શરૂૂઆત થતાં જ ખેડૂતો તેમજ ગામ લોકો વરસાદની મોજ માણવા માટે પોતાના ધંધા રોજગાર બંધ કરી રોડ રસ્તા પર નીકળી ગયા હતા.

જ્યારે જોત જોતા માં એક કલાકની અંદર ખેતરો તેમજ રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આમ જોઈએ તો ખેડૂતોના વાવણી મુહૂર્ત ભીમ અગિયારસ કે જે આજથી ચાર દિવસ પહેલા હોય અને તેમને શુકનવન્તુ ખેડૂતો માનતા હોય ત્યારે વાવણી કરતા હોય છે ભીમ અગિયારસના ચોથા કે પાંચમા દિવસે વાવણી લાયક વરસાદ નોંધવાથી ખેડૂતોમાં સિઝન દરમિયાન સારો વરસાદ અને પોતાના પાકની ઉપજ પણ સારા પ્રમાણમાં મળી રહેશે તેવી આશા બંધાઈ રહી છે અન્ય ઉપલેટા તાલુકાના આસપાસના ગામડાઓમાં પણ વરસાદ હોવાના સમાચાર મળી રહ્યા છે ઉપરોક્ત સમાચાર ઉપલેટા શહેર પૂરતા છે વિધિવત આંકડા હજુ સુધી નોંધાયેલ નથી તેથી ગામડામાં કેટલો વરસાદ થયો છે તે લખવું મુશ્કેલ છે પરંતુ ઉપલેટા ના રોડ રસ્તા અને ખેતરોની હાલત જોતા ત્રણથી ચાર ઇંચ પાણી પડી ગયું હોવાનું જણાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *