વેરાવળમાં લાઇસન્સ વગર વાહન ચલાવતા 17 સગીરો પકડાયા

વેરાવળ – પ્રભાસ પાટણ વિસ્તારમાં આવેલ સ્કૂલ, કોલેજોમાં સગીર વયના વિદ્યાર્થીઓ વગર લાયસન્સ મોટર સાયકલ ચલાવતા હોય તેના સામે ગીર સોમનાથ જીલ્લા ટ્રાફીક દ્વારા ડ્રાઇવનું…

વેરાવળ – પ્રભાસ પાટણ વિસ્તારમાં આવેલ સ્કૂલ, કોલેજોમાં સગીર વયના વિદ્યાર્થીઓ વગર લાયસન્સ મોટર સાયકલ ચલાવતા હોય તેના સામે ગીર સોમનાથ જીલ્લા ટ્રાફીક દ્વારા ડ્રાઇવનું આયોજન કરી 17 વાહન ડીટેઇન કરેલ તથા એન.સી. કેસો 79 કરી કુલ રૂૂા.32,400 નો દંડ વસુલ કરેલ અને આગામી સમયમાં પણ આવી જ કામગીરી ચાલુ રહેનાર હોય જેથી તમામ વાલીઓને સગીર વયના બાળકો ને વાહન ચલાવવા ન આપવા જિલ્લા પોલીસ દ્વારા અનુરોધ કરેલ છે.

ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સ્કૂલ, કોલેજમાં અભ્યાસ કરતા સગીર વયના વિદ્યાર્થીઓ વગર લાયસન્સ મોટર સાયકલ ચલાવતા હોય જેને કારણે અકસ્માત થવાની સંભાવના વધુ હોય જે અટકાવવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ રેન્જ રાજેન્દ્રસિંહ ચુડાસમા, પોલીસ અધીક્ષક જયદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન અનુસાર ગત તા.30/06/2026 તથા તા.01/07/2026 ના બે દિવસ સગીર વયના વિદ્યાર્થીઓ વગર લાયસન્સ મોટર સાયકલ ચલાવતા હોય તેના વિરુદ્ધમાં ટ્રાફિક ડ્રાઇવ કરેલ જેમાં પો.ઇન્સ. જે.એન.ગઢવી, વી.બી.પીઠીયા, જિલ્લા ટ્રાફિક શાખા ના પો.સ.ઇ. વી.એન.મોરવાડીયા તથા ટ્રાફિક ટીમ માં એ.એસ.આઇ. પ્રતાપભાઇ ગોવિંદભાઇ, પો.હેડ.કોન્સ. વિપુલભાઇ કરશનભાઇ, પો.કોન્સ. જય ગોવિંદભાઇ સહીતના દ્વારા સ્કૂલ, કોલેજ વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી સફારી સર્કલ ચાર રસ્તા, વેરાવળ ઇન્ડિયન રેયોન સ્કૂલ, કે.કે.મોરી સ્કૂલ, ચાર રસ્તા, રાજેન્દ્ર ભુવન રોડ સહિતના વિસ્તારોમાં વાહન ચેકિંગની કામગીરી હાથ ધરેલ જેમાં સગીર વયના વાહન ચાલકોના વાલીઓને રૂૂબરૂૂ બોલાવી પોતાના સગીર બાળકોને વગર લાયસન્સ વાહન ચલાવવા માટે આપવું એ મોટર વ્હિક્લ એક્ટ, 1988 કલમ 199-એ હેઠળ કાયદાકીય ગુનો છે અને ત્રણ વર્ષ મુદતની કેદની સજા અને રૂૂા.25,000 સુધીના દંડની સજા ને પાત્ર ગુનો છે.

ત્યારે સગીર બાળકો દ્વારા આચરવામાં આવતા ગુના માટે બાળકના વાલી અને મોટર વાહનના માલિક દોષી ગણી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આવી સગીરના વાલીને સમજણ આપવામાં આવેલ અને વાહન માલિક વિરુદ્ધ મા એમ.વી. એક્ટ 207 મુજબ 17 વાહન ડીટેઇન કરી સ્થળ ઉપર દંડ કરેલ તથા એન.સી. કેસ 79 કરી રૂૂા.32,400 વસુલાત કરવામા આવેલ છે. આગામી સમયમાં પણ આવી જ કામગીરી ચાલુ રહેનાર હોય જેથી તમામ વાલીઓને સગીર વયના બાળકો ને વાહન ચલાવવા ન આપવા જિલ્લા પોલીસ દ્વારા અનુરોધ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *