રાજકોટના 6.15 લાખ મિલકતધારકોમાંથી માત્ર 50 ટકા જ આસામીએ ભર્યો એડવાન્સ ટેક્સ

પ્રમાણિક કરદાતાના ખભે મનપાએ તિજોરીમાં 245.45 કરોડ ભર્યા, રીઢા બાકીદારોને હજુ પણ થાબડભાણા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એપ્રિલ માસથી શરૂૂ કરવામા આવેલી વેરા વળતર યોજના ગઇ…

પ્રમાણિક કરદાતાના ખભે મનપાએ તિજોરીમાં 245.45 કરોડ ભર્યા, રીઢા બાકીદારોને હજુ પણ થાબડભાણા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એપ્રિલ માસથી શરૂૂ કરવામા આવેલી વેરા વળતર યોજના ગઇ તા.30 જૂને પુર્ણ થઇ છે. આ સમય દરમિયાન કુલ 3,44,255 કરદાતાઓ દ્વારા કુલ રૂૂ. 245.55 કરોડ જેવો માતબર વેરો ભરપાઇ ર્ક્યો છે. આ સામે મહાનગરપાલિકા દ્વારા રૂૂ.27.12 કરોડનું વળતર ચુકવાયું છે. જો કે મનપા દર વર્ષે પ્રમાણિક કરદાતાઓના જોરે જ તિજોરી ભરે છે. જે રીઢા બાકીદારો વેરો નથી ભરતા એ નથી જ ભરતા. તેની સામે વર્ષના અંતે મિલકત હરાજી જેવી નોટિસના પગલાં જરૂૂર લેવાય છે પણ બાદમાં કોઇપણ ભલામણ હેઠળ તેને બક્ષી દેવામા આવતા હોવાનું પણ કાયમી બની ગયુ છે. સતાવાર આંકડા મુજબ મનપાની ટેક્સ બ્રાન્ચના ચોપડે કુલ 6 લાખ 15 હજારથી વધુ મિલકતની નોંધણી થયેલી છે. તેમાથી માત્ર 3.44 લાખ કરદાતા એટલે કે માંડ 50 ટકા જ મિલકતધારકોએ એડવાન્સ વેરો ચુકવ્યો છે.

મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એપ્રિલ માસથી વેરા વળતર યોજનાનો પ્રારંભ કરાયો હતો. પ્રથમ તબક્કે એપ્રિલથી મે અંત સુધીમાં મહિલા કરદાતાઓને 15 ટકા તેમજ ઓન લાઇન 16 ટકા પુરૂૂષ કરદાતાઓને 10 ટકા અને ઓનલાઇન વેરો ભરનાનરાને 11 ટકા તેમજ સળંગ ત્રણ વર્ષ ઓનલાઇન વેરો ભરનારા પ્રમાણિક કરદાતાઓને વધુ એક ટકા વળતર અપાયું હતું આ પછી જૂનમાસ દરમિયાન મહિલા કરદાતાઓને દસ તેમજ પુરૂૂષ કરદાતાઓને પાંચ ટકા અને ઓનલાઇન વેરો ભરનારાને એક ટકા વધુ વળતર યોજના અમલમાં રાખવામાં આવી હતી.

જૂન માસમા આ વળતર યોજના પુરી થઇ ત્યાં સુધીમાં મહાનગરપાલિકામાં નોંધાયેલા છ લાખ જેટલાં કરદાતાઓમાંથી અડધો અડધ એટલે કે 3,44,255 પ્રમાણિક કરદાતાઓએ રૂૂ. 245.45 કરોડનો વેરો ભરપાઇ કરીને મહાનગરપાલિકાની તિજોરી છલકાવી દીધી હતી. આ સામે મહાનગરપાલિકાએ પણ રૂૂ.27.12 કરોડ જેવું વળતર ચુકવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઇન વેરો ભરનારા કરદાતાઓને લાંબા સમયથી એક ટકા વધારાનું વળતર ચુકવવામાં આવે છે. આ કારણે વળતર યોજના દરમિયાન સૌથી વધુ કરદાતાઓ ઓનલાઇન પેમેન્ટ ભરનારા નોંધાયા છે. વેરો ભરપાઇ કરનારા કુલ 3,44,255 કરદાતાઓમાંથી 2,69,120 કરદાતાઓએ રૂૂ. 177.60 કરોડ ઓનલાઇન વેરો ભરપાઇ ર્ક્યો હતો. અને એક ટકા વધુ વળતરનો લાભ લીધો હતો. જ્યારે 75,135 કરદાતાઓએ રૂૂ. 30.22 કરોડ ચેક મારફત અને 37.63 કરોડ રોકડથી વેરો ભરપાઇ ર્ક્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *