મુન્દ્રાના પ્રતાપપરમાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, 55 લાખનો મુદ્દામાલ જપ્ત

કચ્છ જિલ્લામાં દારૂૂની હેરાફેરી સામે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. મુન્દ્રા તાલુકાના પ્રતાપપર ગામ વિસ્તારમાં મળેલી બાતમીના આધારે એલસીબીની…

કચ્છ જિલ્લામાં દારૂૂની હેરાફેરી સામે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. મુન્દ્રા તાલુકાના પ્રતાપપર ગામ વિસ્તારમાં મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂૂ (IMFL)નો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ રૂૂ. 55,10,284નો મુદ્દામાલ કબ્જે કરીને પોલીસે દારૂૂની હેરાફેરીના નેટવર્ક સામે મહત્વની સફળતા મેળવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર દરોડા દરમિયાન રૂૂ. 15,40,284 કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ કબ્જે કરવામાં આવ્યો હતો. ઉપરાંત દારૂૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા કુલ પાંચ વાહનો અને બે મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂૂ. 55.10 લાખથી વધુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ કેસમાં દેવરાજ ગોપાલ ગઢવી સહિત અન્ય આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હાલ તમામ આરોપીઓની ભૂમિકા, દારૂૂના જથ્થાનો સ્ત્રોત અને તેની સપ્લાય ચેઇનની દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.

પ્રાથમિક તપાસમાં દારૂૂનો જથ્થો ગુજરાત બહારથી કચ્છમાં લાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. દારૂૂ ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો, કોના મારફતે તેની હેરાફેરી કરવામાં આવી રહી હતી અને તેનો અંતિમ જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એલસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતમાં દારૂૂબંધીનો કાયદો અમલમાં હોવાથી રાજ્યમાં દારૂૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ અને વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા સમયાંતરે વિશેષ અભિયાન ચલાવવામાં આવે છે. સરહદી અને બંદર વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવામાં આવતી હોય છે. કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે વ્યૂહાત્મક સ્થાન ધરાવતો હોવાથી અહીં દારૂૂ સહિતના ગેરકાયદે જથ્થાની હેરાફેરી રોકવા માટે સતત નજર રાખવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *