‘બીમારી’ વેચતી ખાણીપીણીની વધુ છ પેઢી સીલ

તુલસી બેકરી, ક્રિષ્ના રેસ્ટોરન્ટ, પટેલ સ્વીટ, બજરંગ ડેરી, પટેલ વિજય સ્વીટ્સ એન્ડ નમકીન, જય બજરંગ ડેરી અને પનીરના ઉત્પાદક વિજયભાઇ નારણભાઇ ગમારાની પેઢીને મનપાએ તાળા…

તુલસી બેકરી, ક્રિષ્ના રેસ્ટોરન્ટ, પટેલ સ્વીટ, બજરંગ ડેરી, પટેલ વિજય સ્વીટ્સ એન્ડ નમકીન, જય બજરંગ ડેરી અને પનીરના ઉત્પાદક વિજયભાઇ નારણભાઇ ગમારાની પેઢીને મનપાએ તાળા માર્યા

રાજકોટ મહાનગરપાલિકાએ રોગચાળાને જડમુળથી કાબુમાં લેવા માટે ખાણીપીણીના સ્થળે શરૂૂ કરેલી ચેકીંગ ઝૂંબેશ દરમિયાન બીમારીને આમંત્રણ આપતી વધુ સાત પેઢીને સીલ મારી દેવામા આવી છે. જેમા સ્વામી વિવેકાનંદ ઓવરબ્રિજ નીચે મવડી મેઇન રોડ પર તુલસી બેકરી, આનંદ બંગલા ચોકમાં ક્રિષ્ના રેસ્ટોરેન્ટ, મવડી પ્લોટ-4માં આવેલા પટેલ સ્વીટ, જૂના મોરબી રોડ જકાત નાકા પાસે પટેલ વિજય સ્વીટ એન્ડ નમકીન, ગોંડલ રોડ પર જેકે હોન્ડા શો-રૂૂમ પાછળ વિજયભાઇ નારણભાઇ ગમારાની પનીરની પેઢી તેમજ મોરબી રોડ પર કલ્પતરૂૂ સોસાયટીમાં જય બજરંગ ડેરીમાંથી વાસી ખાદ્યસામગ્રીનો જથ્થો મળી આવતા ઉક્ત તમામ સાતેય પેઢીને મનપાએ તાળા મારી રૂૂ.5 હજારથી રૂૂ.10 હજાર સુધીનો દંડ ફટકાર્યો છે.

આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીના માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ ઇન્સ્પેક્ટર હાર્દિક મહેતા સહિતની ટીમે શહેરના ત્રણેય ઝોનમાં હાથ ધરેલા ચેકીંગ દરમિયાન સ્વામી વિવેકાનંદ ઓવરબ્રિજ નીચે, વિમોક્ષ ઝટકા સામે, મવડી મેઇન રોડ ખાતે “તુલશી બેકરી” પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં સ્ટોરેજ તથા ઉત્પાદન થતું જોવા મળેલ. પડતર પડેલ બેકરી પ્રોડક્ટસ, પાઉં, બાંધેલો લોટ કુલ મળીને અંદાજિત 160 ઊં.ૠ. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. પેઢીને રૂૂ.10,000નો દંડ ફટકારાયો છે.

જ્યારે આનંદ બંગલા ચોકમાં “ક્રિષ્ના રેસ્ટોરન્ટ” પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી શાકભાજી, અખાદ્ય ડુંગળી, ગ્રેવી, બાંધેલો લોટ, દાળ, મંચુરિયન, પ્રિપેર્ડ ચટણી, પાપડ, નૂડલ્સ કુલ મળીને અંદાજિત 135 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. પેઢીને રૂૂ.10,000નો દંડ કરાયો છે. આ ઉપરાંત દર્શન-4 મવડી પ્લોટ, ગુજરાત વાયરની બાજુમાં “શ્રી પટેલ સ્વીટ્સ” પેઢીને સીલ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ તેમજ પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.

જ્યારે જૂના મોરબી રોડ, જકાત નાકા પાસે ” શ્રી પટેલ વિજય સ્વીટ્સ નમકીન” પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી અખાત્ય એક્સપાયર્ડ થયેલ ફ્લેવર એસેન્સ, પીઝા બેઝ, બિસ્કીટ, બેકરી પ્રોડક્ટ, નમકીન ફરસાણ, પ્રીમિક્સ ઇન્સ્ટન્ટ કુક ફૂડ, મીઠાઈ, સાટા, ફુલ અંદાજિત 29 કિલો નાશ કરવામાં આવેલ. પેઢીને રૂૂ.5,000નો દંડ કરાયો છે.

દરમિયાન વિજય પ્લોટ-24, જેકે હોન્ડા શોરૂૂમ પાછળ “વિજયભાઈ નારણભાઇ ગામરા (ધંધાના માલિક)” પેઢીને સીલ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂૂ.5,000નો દંડ કરાયો છે. જ્યારે રાધામીરા રોડ, કલ્પતરૂૂ સોસાયટી, મોરબી રોડ ખાતે “જય બજરંગ ડેરી પ્રોડક્ટસ” પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર લેબલ વગરના પનીર નો ફુલ અંદાજિત 10 કિલો જથ્થાનો નાશ કરવામાં આવેલ. પેઢીને રૂૂ.2,000નો દંડ કરાયો છે.

હોકર્સ ઝોન સહિત 84 સ્થળે ચેકિંગ, 24 ધંધાર્થીને નોટિસ ફટકારી 79 હજારનો દંડ કરાયો

શિતલપાર્ક હોકર્સ ઝોન
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 84 પેઢી તથા રેસ્ટોરંટની તપાસ કરતાં કુલ 518 ઊંલ અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ 24 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ રૂૂ.79,500/- ની પેનલ્ટી વસૂલવામાં આવેલ. જેમા શીતલ પાર્ક, એરપોર્ટ રોડ હોકર્સ ઝોન માં MGM પંજાબી ચાઇનીઝ રેસ્ટોરન્ટ, જય સિયારામ વડાપાઉં, શિવશક્તિ ચાઇનીઝ પંજાબી, જય માતાજી કાઠિયાવાડી, રાજ પાઉંભાજી, છ.ટ. ફૂડ પોઈન્ટ, અમીષા ચાઇનીઝ પંજાબી, સદગુરુ ફાસ્ટફૂડ, પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ
રેસકોર્સ હોકર્સ ઝોન
રેસકોર્સ હોકર્સ ઝોન પર આવેલ અ-1 ચાઇનીઝ, આમચી મુંબઈ, સંતોષ બટેટા, શ્રીનાથજી પાઉંભાજી, કનૈયા મકાઇ, આઝાદ આઇસડીશ ગોલા, શ્રીનાથજી સેવપૂરી, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, સંતોષ દહી પૂરી, શ્રીનાથજી ચાઇનીઝ, કનૈયા લસ્સી, સંતોષ ભૂંગળા બટેટા, ૠ.ઊં. ફાસ્ટ ફૂડ, બાઇટ્સ કુલ્ચા, મહાદેવ વડાહબ, પ્રભુ જાલમુરી, ધ ગ્રીલ ચીલ સેન્ડવિચ, શ્રી હરી ફાસ્ટ ફૂડ, બ્રિંગ યોર ઓવન બેગ ને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે. તથા અ-1 મદ્રાસ કાફે, ધોરાજી ભૂંગળા બટેટા, પીઝા પાર્લર, અ-1 સ્ટીમ ઢોકળા, સાધના ભૂંગળા બટેટા, નીકી”ઝ આઈસ પેઢીની ની ચકાસણી કરવામાં આવેલ.
મવડી પાળરોડ પર હોકર્સ ઝોન
રામધણ પાછળ, આસોપાલવ એપાર્ટમેન્ટ પર આવેલ શનાથજી રેસ્ટોરન્ટ, શ્રીનાથજી હોટલ પાન, બાલાજી એન્ટરપ્રાઇઝ (મુંબઈયા મિસળ – વડાપાઉં) ખખટ, જાગનાથ કોર્નર પર આવેલ આકાશદીપ રેસ્ટોરન્ટ
ગોંડલ રોડ પર ફાસ્ટફૂડ, હોટલ રેસ્ટોરેન્ટ
ગોંડલ રોડ પર આવેલ સંગિતા રેસ્ટોરન્ટ, રાજ મંદિર રેસ્ટોરન્ટ, ધ્રુવી ગઠિયા, ભજીયા, અક્ષર રેસ્ટોરન્ટ, ઇલુભાઇ ગાંઠિયા, પકોડા સેન્ટર (કનૈયા રેસ્ટોરન્ટ), પ્રમુખ સોડા શોપ, હોટલ માલધારી, કોલ્ડ હાઉસ, ચામુંડા રસ, રામેશ્વર રેસ્ટોરન્ટ (રંગોલી હોટલ), ખોડિયાર હોટલ, અ.ઊં.લાઈવ ફૂડઝોનને દંડ કરી નોટિસ ફટકારાઇ હતી
પ્રધ્યુમાન પાર્ક અને મવડી ચોકડી વિસ્તાર પર આવેલ શિવધારા ફૂડઝોનમાંથી 8 કીલો અખાદ્ય જથ્થાનો નાશ કરેલ છે. તેમજ નોટિસ આપેલ છે શ્રી રામ કેન્ટીન માંથી 5 ઊંલ વાસી ભાજી નો નાશ કરેલ છે. તેમજ લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે. પોરબંદરના પ્રખ્યાત ચાઇનીઝ મોમોઝ માંથી 5 ઊંલ અજીનો મોટો/મંચૂરિયન નો નાશ કરેલ છે. તેમજ લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે. માં ચામુંડા કેન્ટીન, તિરુપતિ કેન્ટીન, ધર્મરાજ વડાપાઉં, રાધિકા આઇસ્ક્રીમ બદામ શેક ને નોટિસ આપેલ છે. તેમજ મુરલીધર નાસ્તા ગૃહ ની સ્થળ તપાસ કરેલ છે.

ન્યુ જાગનાથ રોડ/જાગનાથ ચોક વિસ્તાર પર આવેલ નારાયણ દિલ્લીચાટ ફાસ્ટફૂડ માંથી 2 Kg અખાદ્ય ચટણી નો નાશ કરેલ છે. તેમજ નોટિસ આપેલ છે. બિહારીફ દાબેલી વડાપાઉં ને નોટિસ આપેલ છે. આકાશદીપ રેસ્ટોરન્ટ, બાલાજી સેન્ડવિચ, સાગર ઘૂઘરા વડાપાઉં, રઘુવંશી પાણિપુરી ની સ્થળ તપાસ કરેલ છે.
બસસ્ટેન્ડની અંદર તેમજ બસસ્ટેન્ડની સામેની બાજુએ વિસ્તાર પર આવેલ 14 દુકાનો માંથી 41 Kg અખાદ્ય જથ્થાનો નાશ કરેલ છે. તેમજ રૂૂ.9700/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *