વીરપુરમાં નમકીનની આડમાં દેશી દારૂની હેરાફેરી, ત્રણ શખ્સોની ધરપકડ

વિરપુરથી જેતપુર તરફ જતાં નેશનલ હાઇવે પર અંકુર હોટેલ નજીક વિરપુર (જલારામ) પોલીસે સફળ કાર્યવાહી હાથ ધરી મારુતિ સુઝુકી ઓમની વાનમાંથી રૂૂ. 1,05,000ના મુદ્દામાલ સાથે…

વિરપુરથી જેતપુર તરફ જતાં નેશનલ હાઇવે પર અંકુર હોટેલ નજીક વિરપુર (જલારામ) પોલીસે સફળ કાર્યવાહી હાથ ધરી મારુતિ સુઝુકી ઓમની વાનમાંથી રૂૂ. 1,05,000ના મુદ્દામાલ સાથે દેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS), રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા જેતપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સામે “Zero Tolerance to Prohibition Gambling” નીતિ અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જી. રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ વિરપુર (જલારામ) પોલીસ સ્ટેશનની ટીમ પીઆઈ એસ.જી. રાઠોડ સા, વિજયભાઈ ગોહેલ, અજીતભાઈ જણકાટ, નિશાંતભાઈ પરમાર, રઘુભાઈ વાળા પેટ્રોલિંગમાં હતી. દરમિયાન વિરપુરથી જેતપુર તરફ જતાં નેશનલ હાઇવે પર અંકુર હોટેલ પાસે એક સફેદ રંગની મારુતિ સુઝુકી ઓમની વાન શંકાસ્પદ હાલતમાં ઉભી હોવાનું જણાયું હતું.પોલીસે વાહનની તપાસ કરતાં ઉપરના ભાગે શ્રી હરી નમકીનના ખોખા ભરેલા જોવા મળ્યા હતા. વધુ તપાસ દરમિયાન નાસ્તાના પેકેટોના ખોખા નીચે છુપાવી રાખેલા સિમેન્ટના 13 પ્લાસ્ટિકના બાચકાઓ મળી આવ્યા હતા. બાચકાઓ ખોલી તપાસ કરતાં તેમાં 325 લિટર દેશી દારૂૂ મળી આવ્યો હતો. જેના આધારે ઠાકુરદાસ ગુલાબદાસ વસાણી (સીંધી), કમલેશભાઈ પરમાર, ઉમેશ બગડા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તપાસ દરમિયાન કમલેશભાઈ પરમાર સામે અગાઉ પ્રોહિબિશન સંબંધિત ગુનો નોંધાયેલ હોવાનું બહાર આવ્યું છે.

જ્યારે ઉમેશભાઈ બગડા સામે પ્રોહિબિશન તેમજ અન્ય ગુનાઓ મળી કુલ પાંચ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.13 પ્લાસ્ટિકના બાચકાઓમાં ભરેલા કુલ 65 બુંગીયા દેશી દારૂૂ (આશરે 325 લિટર) કિંમત રૂૂ. 65,00 તેમજ મારુતિ સુઝુકી ઓમની વાન કિંમત રૂૂ. 40,000 મળીને રૂૂ. 1,05,000 વિરપુર (જલારામ) પોલીસની આ સફળ કામગીરીથી વિસ્તારમાં પ્રોહિબિશન સંબંધિત ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક સંદેશ ગયો હોવાનું માનવામાં આવે છે. પોલીસે જણાવ્યું છે કે પ્રોહિબિશન અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે આગામી સમયમાં પણ ઝીરો ટોલરન્સની નીતિ સાથે સતત કાર્યવાહી ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *