મનપાની તિજોરી છલકાઇ; મિલકત વેરા વિભાગની રૂા.241.73 કરોડની વસૂલાત

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:-07-04-2026 ના રોજ થી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. તારીખ:-25-06-2026 સુધીના ના રોજ…

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:-07-04-2026 ના રોજ થી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. તારીખ:-25-06-2026 સુધીના ના રોજ કુલ 3,41,639 કરદાતા દ્રારા રૂૂ. 241.73 કરોડ ની વસુલાત થવા પામેલ છે. જેમાં કુલ 2,67,552 કરદાતા દ્રારા ઓનલાઇન રૂૂ. 175.77 કરોડ તથા 74,087 કરદાતા દ્રારા ચેક તથા રોકડા થી રૂૂ. 65.96 કરોડ આવક થયેલ છે.

સદરહું કુલ વેરામાં 26.99 કરોડ જેટલી માતબર રકમ નું ડિસ્કાઉન્ટ એડવાન્સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવેલ છે. આ ડિસ્કાઉન્ટ યોજના હેઠળ તા.30-06-2026 સુધી સામાન્ય કરદાતાઓને 5% ડિસ્કાઉન્ટ અને મહિલાઓ માટે 10% ડિસ્કાઉન્ટ નું પ્રદાન કરવામાં આવે છે. જેથી રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ તમામ મિલકતધારકોને આ યોજનાઓનો લાભ લેવા નમ્ર અરજ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *