ગુદામાં સવા કિલો સોનું છૂપાવી આવેલો મુસાફર ઝડપાયો

શરૂઆતમાં કાંઈ વાંધાજનક ન મળ્યું, એકસ રે-ચેકઅપમાં પોલ ખુલી : રાજકોટમાં ડિલેવરી આપવા આવેલા બેંગલોરના મુસાફરની પૂછપરછ રાજકોટ એરપોર્ટ પર વિદેશી સોનાની દાણચોરીના એક મોટા…

શરૂઆતમાં કાંઈ વાંધાજનક ન મળ્યું, એકસ રે-ચેકઅપમાં પોલ ખુલી : રાજકોટમાં ડિલેવરી આપવા આવેલા બેંગલોરના મુસાફરની પૂછપરછ

રાજકોટ એરપોર્ટ પર વિદેશી સોનાની દાણચોરીના એક મોટા અને ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ થયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) જામનગરની ટીમે ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે એરપોર્ટ પર વોચ ગોઠવીને શારજાહથી આવેલા એક ભારતીય મુસાફરની ધરપકડ કરી છે. પકડાયેલા મુસાફર પાસેથી 1.72 કરોડનું સોનુ મળ્યું હતું.

આ સમગ્ર સફળ ઓપરેશન ગત 23મી મોડીરાત અને 24 જૂન દરમિયાન હાથ ધરવામાં આવ્યું હતું. DRI જામનગરની ટીમને અગાઉથી જ પાકી માહિતી મળી હતી કે, રાજકોટ એરપોર્ટ મારફતે મોટા પાયે વિદેશી સોનાની ગેરકાયદેસર હેરાફેરી થવાની છે. આ બાતમીના પગલે અધિકારીઓએ 23 જૂનના રોજ એરપોર્ટના અરાઇવલ હોલમાં કડક વોચ ગોઠવી દીધી હતી. શંકાસ્પદ હિલચાલ જણાતા અધિકારીઓએ મોહમદ સામુન નામના એક મુસાફરને અટકાવ્યો હતો. શરૂૂઆતમાં તેની સામાનની અંગત તલાશી લેતા કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું. જોકે અધિકારીઓની આકરી પૂછપરછ અને શંકા દૃઢ બનતા મુસાફરનું મેડિકલ ચેકઅપ અને એક્સ-રે કરવામાં આવ્યો હતો. એક્સ-રે રિપોર્ટ જોતા જ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આરોપીએ કસ્ટમ ડ્યૂટી બચાવવા માટે પોતાના ગુદા માર્ગમાં સોનાની પેસ્ટ બનાવીને છુપાવી રાખી હતી. મેડિકલ સ્ટાફની મદદથી તેના શરીરમાંથી સોનાની પેસ્ટ ભરેલી 4 કેપ્સ્યુલ બહાર કાઢવામાં આવી હતી.

આ પેસ્ટમાંથી 24 કેરેટ (999 પ્યુરિટી) ધરાવતું કુલ 1,166.14 ગ્રામ (અંદાજે 1.16 કિલો) શુદ્ધ વિદેશી સોનું મેળવવામાં આવ્યું હતું, જેની વૈશ્વિક બજાર કિંમત રૂૂ.1,72,35,549 થાય છે. ડીઆઇઆઇએ કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ સોનું જપ્ત કરી આરોપી મોહમદ સામુન(રે. બેંગ્લોર)ની ધરપકડ કરી છે અને તેને જ્યુડિશિયલ કસ્ટડી હવાલે કર્યો છે.ટૂંક સમયમાં સોના-ચાંદી પકડાયાની ત્રીજી ઘટના, રાજકોટ એરપોર્ટ દાણચોરોના રડાર પર, ડીઆરઆઇની ટીમ માટે મોટો પડકારછેલ્લા છ મહિનામાં રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોના-ચાંદીનો મોટો જથ્થો ડીઆરઆઇએ પકડ્યાનો આ ત્રીજો કિસ્સો છે.
ટૂંક સમયમાં રાજકોટમાં હવે દુબઇની ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂૂ કરવાની તજવીજ ચાલી રહી છે ત્યારે સોનાના દાગીનામાં વૈશ્વિક સ્તરે મોટું નામ ધરાવતા રાજકોટમાં સોનાની દાણચોરી વધવાની ભીતિ સેવાઇ રહી છે અને દાણચોરો માટે રાજકોટ એરપોર્ટ ગોલ્ડ સ્મગલિંગનો અડ્ડો ન બની જાય તેવી ચિંતા ઊભી થઇ છે.

આખા સૌરાષ્ટ્રમાં ડીઆરઆઇના માત્ર પાંચ અધિકારીઓની ટીમ છે અને તેની સામે રાજકોટ એરપોર્ટ, કચ્છ અને ભાવનગર સહિતના અનેક સેન્સિટિવ પોઇન્ટ પર નજર રાખવાની જવાબદારી છે ત્યારે રાજકોટ એરપોર્ટને દાણચોરીનો અડ્ડો બને તે પૂર્વે ડામી દેવા તંત્ર મક્કમ બન્યું છે. દાણચોરોની નવી મોડસ ઓપરેન્ડી ચિંતાનો વિષય આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં થતા ફેરફારો અને ભારતમાં લાગતી કસ્ટમ ડ્યૂટીથી બચવા માટે સોનાની કેપ્સ્યુલ બનાવી શરીરમાં છુપાવવાની આ કેમિકલ પદ્ધતિ અત્યારે દેશના મોટા એરપોર્ટ્સ પર તપાસ એજન્સીઓ માટે ચિંતાનો વિષય બની છે. રાજકોટમાં બનેલી આ ઘટના બાદ ડીઆરઆઇ હવે નીચેના ગુપ્ત મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

પકડાયેલો મુસાફર ક્યા દેશની ફ્લાઇટ મારફતે બેંગ્લોર થઇ રાજકોટ સુધી પહોંચ્યો અને વિદેશમાં બેસીને તેને આ સોનું કોણે અને કેવી રીતે સપ્લાય કર્યું હતું તેની વિગતો મેળવાશે. ગુજરાત અથવા અન્ય રાજ્યોના કયા મોટા જ્વેલર્સ કે બૂટલેગર્સને આ સોનાની ડિલિવરી આપવાની હતી તે દિશામાં કોલ ડિટેલ્સના આધારે તપાસ તેજ કરાઈ છે. આરોપી મોહમદ સામુન માત્ર એક મહોરું (કેરિયર) છે કે આ પહેલા પણ તે આ પ્રકારે સોનાની સપ્લાય કરી ચૂક્યો છે, તેની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસવામાં આવી રહી છે. આંબેડકરનગરના આધેડને બેશુધ્ધ હાલતમાં સારવારમાં ખસેડાયા; તબીબે ઝેર પીધાની શંકા વ્યકત કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *